RE NETOWRK-2025 Expo & Conclave 22- 23 મે દરમિયાન Club O7 ખાતેઆ કાર્યક્રમથી ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક નવી દિશા મળશે

અમદાવાદ, 25 એપ્રિલઃ દેશમા સોલાર ઉત્પાદન ક્ષેત્રથી લઈને ઘરે ઘરે સોલાર રૂફટોપ લગાવવામા ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે અને દેશમાં સૌથી વધુ સોલાર પેનલ અને સોલાર સેલ અને વિન્ડ મીલનું ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્યમાં થઇ રહ્યું છે, ગુજરાત રાજ્યના હજારો યુવાનો સોલાર અને વિન્ડ ક્ષેત્રે ને પોતાનું કેરિયર બનાવીને રોજગારી મેળવી રહ્યા છે અને પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહ્યા છે અને સાથે સાથે દેશની અગ્રણીય કંપનીઓ પણ ગુજરાતમા આવેલી છે ત્યારે ગુજરાત રાજ્યમાં રિન્યુઅબલ ઊર્જા સાથે જોડાયેલા દરેક ઉદ્યોગકારો માટે એક કોમન પ્લેટફોર્મ બની રહે અને આ ક્ષેત્રમા સરકારની યોજનાઓ, પોલિસી, નવી ટેક્નોલોજી અને નાણાકીય બાબતો ની જાણકારી વધુમાં વધુ ઉદ્યોગકારો ને મળી રહે એવા હેતુથી અમદાવાદ ખાતે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલા,  સચિન શાહ,  નિલેષ પટેલ,  ફાલ્ગુન ભટ્ટ,  રાજેશ જોશી વગેરે દ્વારા ગુજરાતમા સોલાર ઊર્જાનું ભવ્ય પ્રદશન અને સંવાદ RE NETOWRK-2025 Expo & Conclave નું આયોજન 22 થી 23 મે દરમિયાન Club O7 ખાતે કરેલ છે. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વિવિધ વિભાગો દ્વારા ઊર્જાને લગતા સેમિનાર નું આયોજન કાર માર્ગદર્શન લેવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ આમંત્રિત કરાશે સાથે જુદા જુદા વિષયના નિષ્ણાંતો ના માર્ગદર્શન સેમિનાર રખાશે. આ કાર્યક્રમથી ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક નવી દિશા મળશે અને રાજ્યના ઊર્જા ઉદ્યોગને એક અલગ વેગ મળશે

સોલાર પાર્ટસની અછતથી SME સર્વિસ પ્રોવાઇડર્સની હાડમારી વધી

સોલાર મોડ્યુલ અને સેલ પર લાદવામાં આવેલી એન્ટી ડમ્પિંગને કારણે છેલ્લા કેટલાક મહિનાથી આયાત ખોરવાઈ જવાથી સ્થાનિકમાં મોટી અછત સર્જાઈ છે. આને કારણે એસએમઇ સેગ્મેન્ટના સોલાર સર્વિસ પ્રોવાઇડર્સની સમસ્યા વકરી રહી છે. હાલ 100 ટકા માગ સામે 10 ટકા જ સપ્લાય રહ્યો હોવાની સ્થિતિ હોવાનું ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું. એક તરફ સરકાર દ્વારા પીએમ કુસુમ પ્રોજેક્ટને અમલી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આ સમસ્યાને કારણે યોજના ખોંરભે પડી જવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું વધુમાં તેઓએ કહ્યું હતું. સોલાર ઉદ્યોગની સમસ્યા પર ચર્ચા કરવા, સરકારની યોજનાઓ, પોલિસી, નવી ટેક્નોલોજી અને નાણાકીય બાબતોની જાણકારી વધુમાં વધુ ઉદ્યોગકારોને મળી રહે એવા હેતુથી અમદાવાદ ખાતે ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રદર્શન અને ચર્ચા સત્રનું RE NETOWRK-2025નું આયોજન 22 થી 23 મે, 2025 દરમિયાન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા વિષયના નિષ્ણાંતોના માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.