• ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, બેન્કિંગ સેગમેન્ટની સરકારી કંપનીઓના શેર્સમાં તેજી
  • રેલટેલ છેલ્લા 3 માસમાં 105 ટકા, આઈઆરએફસી 73 ટકા વધ્યો
  • ગઈકાલે આ 8 પીએસયુ વર્ષની ટોચે પહોંચ્યા

અમદાવાદ

સ્થાનિક શેરબજારોના ઓગસ્ટમાં ઓવરઓલ નેગેટીવ પર્ફોર્મન્સ વચ્ચે સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. ગઈકાલે S&P BSE PSU ઈન્ડેક્સમાં સામેલ 40 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. જેમાં ભેલ, આઈઆરએફસી, ઓએનજીસી, ઈર્કોન, એનએલસી ઈન્ડિયા, પાવરગ્રીડ, સહિતના શેરો સામેલ છે.

વાર્ષિક ધોરણે સતત ડિવિડન્ડ જારી કરતી આ દસ પીએસયુ શેરો છેલ્લા 3 માસમાં 100 ટકા સુધી ઉછળ્યા છે. જેમાં રેલટેલ સૌથી વધુ 105.15 ટકા વધ્યો છે. આઈઆરએફસીએ 73.32 ટકા  રિટર્ન આપ્યું છે. ભેલનો શેર 3 મહિનામાં 66.04 ટકા ઉછળ્યો છે.

રેલવે શેરોમાં તેજી

રેલવેની મજબૂત ઓર્ડર બુક, તેમજ સરકારની પ્રોત્સાહક ફાળવણીના કારણે રેલવે શેરોમાં તેજી જોવા  મળી રહી છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં રેલ વિકાસ નિગમ 102.56 ટકા, રેલટેલ 92.16 ટકા, આઈઆરએફસી 71.23 ટકા વધ્યો છે.

શું કહે છે માર્કેટ નિષ્ણાત

જીડીપીના મજબૂત આંકડાઓ, તેમજ ઔદ્યોગિક ઉત્પાદનોનો પ્રોત્સાહક આઈઆઈપી ડેટા દેશના આર્થિક ગ્રોથ માટે સકરાત્મક સંકેત આપે છે. તદુપરાંત કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં મોટાપાયે ફંડની ફાળવણી પ્રોત્સાહનો આપી રહી હોવાથી સરકારી કંપનીઓના શેરોમાં તેજીનો દોર જારી રહેવાની શક્યતા છે. જેમાં થોડુ કરેક્શન જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ મોમેન્ટમ પોઝિટીવ જણાઈ રહ્યું છે. વધુમાં 2024માં લોકસભાની ચૂંટણીની અસર પણ તેમાં જોવા મળશે.

10 પીએસયુ શેરોમાં મબલક રિટર્ન

સ્ક્રિપ્સછેલ્લો બંધરિટર્ન-3માસ2023 ઉછાળોડિવિડન્ડ-3 વર્ષ (રૂ.)
Railtel corporation242.80105.15%92.16%રૂ. 20.40
IRFC55.6573.32%71.23%3.95
BHEL136.1066.04%71.84%0.80
Hindustan Copper167.0549.60%52.41%2.43
NLC India136.9046.23%54.00%7
NTPC230.6032.50%38.62%20.40
NMDC130.5022.48%6.01%29.10
SAIL96.9517.87%17.44%12.55
GAIL121.3515.13%26.27%24
Rail Vikas Nigam138.2516.62%102.56%5.54