રિલાયન્સે FMCG સેક્ટરમાં નવી બ્રાન્ડ ‘Independence’ લોન્ચ કરી
રિલાયન્સ રિટેલે હાઉસ હોલ્ડ ગુડ્સ, ફૂડ પ્રોડક્ટ્સના સપ્લાય માટે નવી બ્રાન્ડ ‘ઈન્ડિપેન્ડન્સ’ લોન્ચ કરી છે
નવી દિલ્હી: દેશના બીજા ટોચના અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલે રોજિંદા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનોના સપ્લાય માટે તેની નવી બ્રાન્ડ ‘ઈન્ડિપેન્ડન્સ’ ગુજરાતમાં લોન્ચ કરી છે. કંપની સમગ્ર ગુજરાતમાં FMCG રિટેલ વિક્રેતાઓ પર તેની પહોંચ મજબૂત બનાવવાની યોજના પર કામ કરી રહી છે. તેથી જ કન્ઝ્યુમર પેકેજ્ડ ગૂડ્ઝ બ્રાન્ડ ‘Independence’ માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે.
Independence’ દ્વારા ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ થશે
FMCG યુનિટ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ગુરુવારે ગુજરાતમાં કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ બ્રાન્ડ ‘Independence’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું છે કે તે ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ દ્વારા ખાદ્ય ઉત્પાદનો અને દૈનિક હાઉસ હોલ્ડ સામાનનું વેચાણ કરશે. આ બ્રાન્ડ દ્વારા, તે તેના FMCG બિઝનેસને વધારવા માટે ગુજરાતને ‘ગો-ટુ-માર્કેટ’ રાજ્ય તરીકે વિકસાવવાનું આયોજન કરી રહી છે. બ્રાન્ડ Independence ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવશે.
ઈશા અંબાણીએ FMCG બ્રાન્ડ લોન્ચ કરી
રિલાયન્સ રિટેલના ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “મને અમારી FMCG બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સના લોન્ચની જાહેરાત કરતાં આનંદ થાય છે, જે ખાદ્ય તેલ, કઠોળ, અનાજ, પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ અને અન્ય દૈનિક જરૂરિયાત ઉત્પાદનોની ઉચ્ચ ગુણવત્તાની અને સસ્તું શ્રેણી પ્રદાન કરે છે. . ઈશા અંબાણીએ 45મી એજીએમમાં કહ્યું હતું કે કંપની તેના એફએમસીજી બિઝનેસનો વિકાસ કરશે. હવે બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સ લોન્ચ કરીને તેણે આ દિશામાં પોતાનો મજબૂત ઈરાદો વ્યક્ત કર્યો છે.
ઘણી કંપનીઓ ખરીદવાની તૈયારીમાં
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) બિઝનેસને મજબૂત કરવા માટે ઘણી કંપનીઓને પણ હસ્તગત કરી રહી છે. આ દિશામાં, અનુભવી FMCG કંપની કેવિનકેર, ગાર્ડન નમકીન, લાહોરી જીરા અને બિંદુ બેવરેજીસ જેવી અન્ય બ્રાન્ડ્સ ખરીદવા માટે વાતચીત કરી રહી છે. આ સાથે તે દક્ષિણ ભારતમાં બિસ્મી સહિત અનેક કંપનીઓને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.