મુંબઇ, 17 જાન્યુઆરીઃ જિયો પ્લેટફોર્મ્સ લિ. એ ડિસેમ્બરના અંતે પુરાં થયેલાં ત્રિમાસિક ગાળા માટે રેવન્યુ ₹ 38,750 કરોડ, Y-o-Y 19.2% નો વધારો નોંધાવ્યો છે. જ્યારે ક્વાર્ટરલી EBITDA ₹ 16,585 કરોડ, Y-o-Y 18.8% નો વધારો નોંધાવ્યો છે. કંપનીએ ડિસેમ્બર 23ના અંતે કુલ સબસ્ક્રાઇબર્સ બેઝ ~482 મિલિયન, Y-o-Y 2.4% નો વધારો દર્શાવવા સાથે વધુ એક ક્વાર્ટરમાં સુદૃઢ સુધારા સાથે ARPU ₹ 203.3, ટેરીફના વધારાની અસર હજુ આવવાની બાકી હોવાનું કંપનીએ જણાવ્યું છે. કંપનીના પરીણામો અનુસાર 3Q FY25માં મજબૂત ~2 મિલિયન નવા કનેક્શન સાથે હોમ કનેક્ટ્સ માટે વિક્રમી ક્વાર્ટર રહ્યું હતું. જિયોએરફાઇબર ~4.5 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે ગ્લોબલ લિડરશીપ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 170 મિલિયન સબસ્ક્રાઇબર બેઝ સાથે જિયો વિશ્વનું અગ્રણી સ્ટેન્ડઅલોન 5G ઓપરેટર (ચીન સિવાય) છે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, “જિયોએ દરેક ભારતીય માટે વિશ્વની શ્રેષ્ઠ કમ્યુનિકેશન ટેક્નોલોજિસ લાવીને ડિજિટલ ઇન્ક્લુઝનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પાછલા વર્ષમાં 5G અપનાવવાની ઝડપનો વ્યાપ વધતાં અને ટિયર વન નગરોની બહાર ફિક્સ્ડ બ્રોડબેન્ડના વિસ્તરણે ડિજિટલ ઈન્ડિયા મિશનને વધુ મજબૂત બનાવ્યું છે. જિયો કનેક્ટેડ, ઇન્ટેલિજન્ટ ભવિષ્ય તૈયાર કરવા માટે એઆઇની તાકાતને સંપૂર્ણપણે અપનાવીને ટેક્નોલોજી ઇનોવેશનમાં નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે જે ખરેખર પરિવર્તનકારી છે. તેનાથી આગામી ઘણા વર્ષો સુધી વેલ્યૂ ક્રીએશન થતું રહેશે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)