સેન્સેક્સ- નિફ્ટી અને રિલાયન્સની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી એક નજરે

વિગતસેન્સેક્સનિફ્ટીરિલાયન્સ
મંગળવારે બંધ66618194392764
ખુલ્યો65759194972770
વધી65812195072802NH
ઘટી65320193622762
બંધ65394193842766
ઘટાડો-224-55.10+1.90
ઘટાડો-0.34%-0.28%+0.07%

અમદાવાદ, 12 જુલાઇઃ BSE સેન્સેક્સ 65,811.64 અને  65,320.25 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 223.94 પોઈન્ટ્સ અથવા 0.34 ટકા ગગડીને 65393.90 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ  19,507.70 અને  19,361.75 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 55.10 પોઈન્ટ્સ અથવા 0.28 ટકાના ઘટાડા સાથે 19384.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો આજે એનર્જી, ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ અને ફાર્મા શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, મેટલ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ટેલીકોમ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.48 અને 0.57 ટકા વધીને બંધ રહ્યા હતા. આઈટી કંપનીઓના નાણાકીય પરિણામ અને અમેરિકા તેમજ ઘરઆંગણાના ફુગાવાના આંકડા આવતા પહેલાં વોલેટાઈલ રહ્યું હતું અને ટ્રેડિંગ સત્રને અંતે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. આજે આઈટી, ટેકનો અને ટેલીકોમ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

પીએસયુ બેન્ક્સ, ઓટો, ફાર્મા, આઇટી- ટેકનો શેર્સમાં આકર્ષણ રહેશે

ઓવરઓલ માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ સુધારાના

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30722
બીએસઇ360117451713

HDFC ટ્વિન્સના મર્જરને કારણે બેન્ચમાર્ક સૂચકાંકોમાં પુનઃસંતુલનને કારણે ઇન્ડેક્સ સ્તરે ઘણા ફેરફારો થયા અને આજે છેલ્લી 30 મિનિટમાં ગોઠવણો થઈ. નિફ્ટી ઊંચો ખૂલ્યો હતો પરંતુ છેલ્લી-30 મિનિટે હેવીવેઇટમાં વેચવાલીથી 19384 પર 55 પોઇન્ટના ઘટાડા સાથે ઇન્ડેક્સ દિવસના નીચા સ્તરે બંધ થયો હતો. PSU બેન્કોમાં ખરીદી સાથે ક્ષેત્રીય રીતે તે મિશ્ર બેગ હતી. અમે અપેક્ષા રાખીએ છીએ કે બજાર નીચલા સ્તરે સપોર્ટ સાથે કોન્સોલિડેટીવ મોડમાં રહેશે. આજે જારી કરવામાં આવનાર સ્થાનિક અને યુએસ સીપીઆઈ ડેટા પર રોકાણકારો પ્રતિક્રિયા આપશે. TCS અને HCL ટેકના પરિણામો અન્ય IT મુખ્ય કંપનીઓ માટે સંકેત આપશે. ઓટો, પીએસયુ બેન્ક, ફાર્મા, બિલ્ડિંગ મટિરિયલ અને ડિફેન્સ સેક્ટરના શેરોમાં સકારાત્મક ગતિ જોવા મળી શકે છે. – સિદ્ધાર્થ ખેમકા, મોતીલાલ ઓસવાલ ફાઇ. સર્વિસિસ