રેનોએ નવી કાઇગર લોન્ચ કરી
અમદાવાદ, 26 ઓગસ્ટ: રેનો ઈન્ડિયાએ આજે rethink performance ફિલોસોફી હેઠળ વિકસાવાયેલી નવી કાઇગરના લોન્ચની જાહેરાત કરી હતી. રિફાઇન્ડ 100 પીએસ ટર્બોચાર્જ્ડ એન્જિન અને 35થી વધુ સુધારા દ્વારા સશક્ત બનાવાયેલી આ સબ-ફોર મીટર એસયુવી પર્ફોર્મન્સ, વર્ગ-અગ્રણી ઇંધણ કાર્યક્ષમતા અને અદ્વિતીય મૂલ્યનું આકર્ષક મિશ્રણ રજૂ કરે છે.
નવી કાઇગર વધુ બોલ્ડ ડિઝાઇન, વધુ સ્માર્ટ ટેક્નોલોજી અને વધુ સારા સેફ્ટી ઇન્ટિગ્રેશન સાથે શક્તિશાળી પર્ફોર્મન્સ આપે તે પ્રકારે નવેસરથી તૈયાર કરાઈ છે અને તે કાળજીપૂર્વક તૈયાર કરાયેલી ટ્રીમ્સ રેન્જમાં ઉપલબ્ધ છે. ફુલ્લી લોડેડ ટર્બો કાઇગર વેરિઅન્ટ્સ – ટેક્નો અને ઇમોશનની કિંમત અનુક્રમે રૂ. INR 9.99 Lakhs અને રૂ. INR 11.29 Lakhs લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. દરમિયાન, વધુ એક્સેસિબલ નેચરલી એસ્પાઇરેટેડ એન્જિન વેરિઅન્ટ્સ અનુક્રમે રૂ. INR 6.29 Lakhs લાખ અને રૂ. INR 9.14 Lakhs લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે.

આ પ્રસંગે રેનો ઈન્ડિયાના MD અને CEOવેંકટરામ મમિલ્લાપલ્લેએ જણાવ્યું હતું કે અમે સૌથી ઝડપથી વિકસી રહેલા સેગમેન્ટમાં નવી કાઇગર લોન્ચ કરતા ખૂબ જ રોમાંચિત છીએ. આ સેગમેન્ટ એસયુવીના વેચાણમાં 50 ટકા અને દેશમાં ટીઆઈવીમાં 31 ટકાનું યોગદાન આપે છે. કાઇગર તેના સેગમેન્ટમાં અનોખી પ્રોડક્ટ રહી છે અને આ લેટેસ્ટ પ્રગતિ સાથે અમે ભારતીય ગ્રાહકો માટે એક્સપ્રેસિવ ડિઝાઇન, ઇન્ટેલિજન્ટ એન્જિનિયરિંગ અને રિયલ-વર્લ્ડ પર્ફોર્મન્સ પૂરું પાડવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. રેનોની ભારત કેન્દ્રિત પરિવર્તન સફર renault. rethink. માં આ એક મહત્વની ક્ષણ છે.

આ લોન્ચ એક્સક્લુઝિવ નવો કલર Oasis Yellow પણ લોન્ચ કરે છે, સ્પેશિયલ માઇકા ટ્રીટમેન્ટ સાથેનો એક વાઇબ્રન્ટ શેડ જે તેની વિઝ્યુઅલ ઇમ્પેક્ટ અને ભાવનાત્મક પડઘાને વધારે છે. રિફ્લેક્ટિવ બ્લેક ગ્રીલ, મેટાલિક ગ્રે સ્કીડ પ્લેટ, સ્પોર્ટી એલોય વ્હીલ્સ, ડ્યુઅલ-ટોન રૂફ અને અનોખા ગ્રાફિક એલિમેન્ટ્સ સાથે નવી કાઇગર આત્મવિશ્વાસ અને ગતિશીલ હાજરી પૂરી પાડે છે.
આ કાર સાત આકર્ષક કલર પેલેટ્સમાં ઉપલબ્ધ છે જેમાં બે નવા ઉમેરા સમાવિષ્ટ છે – Oasis Yellow અને Shadow Grey તથા વર્તમાન વિકલ્પોઃ Radiant Red, Caspian Blue, Ice Cool White, Moonlight Silver, and Stealth Black
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)