આધારમાં રિટર્ન નિરાધાર, TBO ટેક.માં રિટર્નનો ટેકો
વિગત | આધાર હાઉસિંગ | ટીબીઓ ટેક |
ઇશ્યૂ પ્રાઇસ | 315 | 920 |
ખુલ્યો | રૂ.314.30 | 1380 |
વધી | 343.20 | 1455.95 |
ઘટી | 293.35 | 1275 |
છેલ્લે | 329* | 1406* |
અમદાવાદ, 15 મેઃ આજે લિસ્ટેડ થયેલા બે આઇપીઓ પૈકી આધાર હાઉસિંગના આઇપીઓમાં રૂ. 315ની ઇશ્યૂ પ્રાઈસ સામે રૂ. 314.30મના મથાળે નિરસ લિસ્ટિંગ પછી છેલ્લે રૂ. 329ના મથાળા આસપાસ રમતો રહ્યો હતો. તેના કારણે રોકાણકારોમાં ખાયા- પિયા કુછ નહિં ગિલાસ તોડા બારા આનાની લાગણી ફેલાઇ હતી.
આધાર હાઉસિંગ ફાઇનાન્સ તા. 8 મે-24ના રોજ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 300-315ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 95,238,095 શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી હતી. IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹300 થી ₹315 પર રાખવામાં આવી હતી.
બીજી તરફ ટીબીઓ ટેકનો આઇપીઓ રૂ. 920ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1380ના મથાળે લિસ્ટિંગ પછી ઉપરમાં રૂ. 1456 સુધી ટચ થઇ ગયા બાદ છેલ્લે રૂ. 1406 આસપાસ રમતો હતો. ટીબીઓ ટેક લિમિટેડ શેરદીઠ રૂ.1ની મૂળકિંમત અને રૂ. 875-920ની પ્રાઇસબેન્ડ સધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 8 મેના રોજ મૂડીબજારમાં પ્રવેશી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)