ફન્ડામેન્ટલ્સ ભલે મજબૂત હોય પરંતુ ફેન્સી વીક પડી રહી છે

એપ્રિલ-22: રૂ. 2855ની ઓલટાઇમ હાઇ અને રૂ. 19.03 લાખ કરોડનું માર્કેટકેપ

વર્સસ

માર્ચ-23: રૂ. 2275ની વર્ષનું તળિયું અને રૂ. 15.45 લાખ કરોડનું માર્કેટકેપ

અમદાવાદઃ અદાણી ગ્રૂપના 10 શેર્સમાં હિન્ડનબર્ગ રિપોર્ટ તેમજ લોન્સના ભારણના અહેવાલોની અસરે ભાવો તળીયે બેસી જાય તે વાત સમજી શકાય. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે તા. 13 માર્ચના રોજ રૂ. 2275ની વર્ષની નીચી સપાટીએ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન થઇ ગયો ત્યારે મોટાભાગના બજાર પંડિતો માથા ખંજવાળતા રહી ગયા છે. કારણકે સેન્સેક્સપેકની 30માંથી એકમાત્ર સ્ક્રીપ રિલાયન્સમાંજ આટલો મોટો “ચમત્કાર” જોવાયો છે. તા. 29 એપ્રિલ-22ના રોજ રૂ. 2855ની સર્વોચ્ચ સપાટી નોંધાવ્યા બાદ સતત રકાસમાં 25 ટકા સુધી શેર ગગડી ચૂક્યો છે.

કંપનીનું માર્કેટકેપ ઓલટાઇમ હાઇ સમયે રૂ. 19,03,658.88 કરોડની સપાટીએ હતું તે તા. 13 માર્ચ-23ના રોજ ઘટી રૂ. 15,45,846.27 કરોડની સપાટીએ પહોંચ્યું છે. જે રૂ. 3.57 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે.

રિલાયન્સ ઇન્ડ.ના શેરની સાપ-સિડી એક નજરે

52 Week High2855 (29/04/2022)
52 Week Low2275 (13/03/2023)
Month H/L2463 / 2275
Week H/L2424.50 / 2275

ટેકનિકલી તમામ મૂવિંગ એવરેજથી નીચે રમતો શેર

ટેકનિકલ એનાલિસ્ટ્સના મંતવ્ય મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર તેની 5-day, 20-day, 50-day, 100-day and 200-day moving averagesની પણ નીચે રમી રહ્યો છે. સાથે સાથે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (આરએસઆઇ) પણ 41.5 રહી છે. જે દર્શાવે છે કે, શેર નથી તો ઓવરબોટ કે નથી તો ઓવરસોલ્ડ ઝોનમાં રમી રહ્યો. ટૂંકમાં ફન્ડામેન્ટલ્સ ભલે મજબૂત હોય પરંતુ ફેન્સી જરૂર વીક પડી રહી છે.

સોમવારની ચાલ એક નજરે

ખુલી2328
વધી2344
ઘટી2275
બંધ2285
ઘટ્યોરૂ. 38.25
ઘટ્યો1.65 ટકા