ઝેગલ અને સામ્હીને પ્રથમ દિવસે સુસ્ત પ્રતિસાદ

કયો ઇશ્યૂ કેટલાં ગણો ભરાયો

કેટેગરીRR કાબેલઝેગલસામ્હી હોટલ
વિગતબીજો દિવસપહેલો દિવસપહેલો દિવસ
QIB1.650.000.00
NII2.100.110.02
રિટેલ0.950.880.34
એમ્પ્લોઇ1.52
કુલ1.400.190.07

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ આરઆર કાબેલનો આઇપીઓ બીજા દિવસે કુલ 1.40 ગણો ભરાયો હતો. તેની સામે આજે ખુલેલા બન્ને ઇશ્યૂઓને સુસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તે પૈકી ઝેગલ પ્રિપેઇડ ઓસન સર્વિસિસના એન્કરનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. પરંતુ આજે ખુલેલો ઇશ્યૂ પ્રથમ દિવસના અંતે 19 ટકા ભરાયો હતો. સામ્હી હોટલનો આઇપીઓ થોડો મોંઘો પડી રહ્યો હોવાથી રિટેલ રોકાણકારોનો પોર્શન 34 ટકા ભરાયો હતો. ઝેગલ કુલ 19 ટકા અને સામ્હી હોટલ કુલ 7 ટકા ભરાયા હોવાનું બીએસઇની વેબસાઇટ દર્શાવે છે.