રુંગટા ગ્રીનટેકે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ,15 માર્ચ: રિસાઇકલ્ડ અને વર્જિંન પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ઉત્પાદક રુંગટા ગ્રીનટેક લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 38 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.
લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજીસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.
કંપનીની કામગીરી એક નજરેઃ
કોલકત્તામાં મુખ્યાલય ધરાવતી કંપની રિસાઇકલ્ડ અને વર્જિન પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ જેમકે રિસાઇકલ્ડ પીઇટી ફ્લેક્સ, પોલીએસ્ટર ડોપ-ડાઇ મોનોફિલામેન્ટ યાર્ન, નાયલોન મોનોફિલામેન્ટ યાર્ન, બ્લો-એન્ડ ઇન્જેક્શન-મોલ્ડેડ જાર્સ અને કેપ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની પ્રોકક્ટ્સ મુખ્યત્વે પેકેજિંગ, ટેક્સટાઇલ, એક્વાકલ્ચર, એગ્રીકલ્ચર અને ખાદ્ય તેલ સેક્ટરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. રુંગટા ગ્રીનટેક પશ્ચિમ બંગાળના હાવડામાં બે ઉત્પાદન એકમોનું સંચાલન કરે છે તથા કે રિસાઇકલ્ડ પીઇટી ફ્લેક્સ, પોલીએસ્ટર ડોપ-ડાઇ મોનોફિલામેન્ટ યાર્ન, નાયલોન મોનોફિલામેન્ટ યાર્ન, બ્લો-એન્ડ ઇન્જેક્શન-મોલ્ડેડ જાર્સ અને કેપ્સનું ઉત્પાદન કરે છે. તે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સહિતના 20 રાજ્યોમાં તેની પ્રોડક્ટ સપ્લાય કરે છે તેમજ ઓમાન, ઓસ્ટ્રિયા, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં નિકાસ કરે છે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે
ડીઆરએચપી મૂજબ આરજીએલ આઇપીઓમાંથી એકત્રિત ભંડોળનો ઉપયોગનો મોટો હિસ્સો તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની રુંગટા ઇકો એક્ટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડમાં રોકવાની તથા નવી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે કરવાની યોજના ધરાવે છે. કંપની બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુ અને ઇશ્યૂની કામગીરી માટે કરશે. આરજીએલ તેના પોર્ટફોલિયોમાં નવી પ્રોડક્ટ્સના ઉમેરાથી તેના બિઝનેસના વિસ્તરણ તેમજ પશ્ચિમ બંગાળના હાવડામાં તેની સંપૂર્ણ માલીકની પેટા કંપની રુંગટા ઇકો એક્સ્ટ્રુઝન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નવો પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. આ નવી સુવિધા ફૂડ-ગ્રેડ રિસાઇકલ્ડ પીઇટી રેઝિન અને રિસાઇકલ્ડ એચડીપીઇ-પીપી ગ્રેન્યુઅલ્સ તેના પોર્ટફોલિયોમાં ઉમેરીની વર્તમાન પ્રોડક્ટ લાઇનમાં ઉમેરો કરશે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટે કંપનીની આવકો રૂ. 23.76 કરોડ અને પીએટી રૂ. 2.45 કરોડ થયો છે, તેણે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 49.38 કરોડની આવકો અને રૂ. 1.82 કરોડનો પીએટી નોંધાવ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)