ડોલર સામે રૂપિયો 83.53ના ઐતિહાસિક તળિયે
અમદાવાદ, 16 એપ્રિલઃ Dollar vs Rupee: ફોરેક્સ માર્કેટમાં ભારે અફરા-તફરી વચ્ચે ડોલર સામે આજે 9 પૈસા તૂટી 83.53ના ઐતિહાસસિક તળિયે પહોંચ્યો છે. જે અગાઉ 22 માર્ચ, 2024ના રોજ રૂપિયો 83.45ના તળિયે નોંધાયો હતો
ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનો સપોર્ટ ડોલરને મળ્યો છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વ પણ હાલ રેટ કટમાં વિલંબ કરે તેવી શક્યતા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. જેના લીધે યુએસ ડોલર ઈન્ડેક્સ 6 માસની ટોચે પહોંચ્યો છે.
આજે બ્રેન્ટ ક્રૂડ 0.53 ટકા ઉછાળા સાથે 90.58 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ડોલરની મજબૂતીના કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી રોકાણ પાછું ખેંચશે, તેમજ નવા રોકાણો પર વિરામ લગાવશે. જેની અસર શેરબજારો પર થશે. ગઈકાલે વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 3268 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું. આગામી સમયમાં દેશમાં પેટ્રોલ-ડિઝલ મોંઘા થવાની શક્યતા છે. ભારત પેટ્રોલ-ડિઝલની કુલ વપરાશના 80 ટકા માગ આયાત મારફત પૂરી કરે છે.
પેટ્રોલ-ડીઝલ તથા અન્ય આયાતો થશે મોંઘી | RBI ડોલરની વેચવાલી વધારે તેવી શક્યતા |
રૂપિયામાં કડાકાના પગલે આયાતો મોંઘી થશેમોટાભાગની આયાતમાં એક્સચેન્જ રેટ તરીકે ડોલરનો ઉપયોગ થતો હોવાથી ફુગાવો વધી શકે છે. વિશ્વના 85 ટકા વેપાર ડોલર મારફત થાય છે. વિદેશી રોકાણ પણ ઘટવાની ભીતિ દર્શાવાઈ છે. | રૂપિયામાં ઘટાડો જારી રહ્યો તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ડોલર સામે રૂપિયાને ટેકો આપવા ડોલરની વેચવાલીમાં વધારો કરશે. આરબીઆઈની દખલગીરીથી રૂપિયામાં થઈ રહેલો ઘટાડો અટકાવી શકાય. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)