અમદાવાદ, 29 જુલાઈ: મીડિયા કંપનીને ક્લાઉડ-નેટિવ ટેક્નોલોજી થકી તેની ઓડિયન્સ સુધી જોડતી અને કન્ટેન્ટ પ્રોવાઇડર્સ તથા ડિસ્ટ્રીબ્યુટર્સને સ્માર્ટ ટેલિવિઝન્સ, સ્માર્ટફોન્સ અને એપ્લિકેશન્સ થકી વોઇસ ઓવર ધ ઇન્ટરનેટ (સ્ટ્રીમિંગ) અપલોડ કરવા અને ડિલિવર કરવા માટે મદદ કરી software-as-a-service (“SaaS”) કંપની અમાગી મીડિયા લેબ્સ લિમિટેડે આઈપીઓ થકી ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

કંપની આવકની દ્રષ્ટિએ ટોચની 50 લિસ્ટેડ મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ કંપનીઓ પૈકી 45 ટકાથી વધુ સાથે કામ કરે છે. DRHP મુજબ બેંગાલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીના સૂચિત આઈપીઓમાં રૂ. 1,020 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 3,41,88,542 સુધીના ઇક્વિટી શેર્સ (3.41 કરોડ ઇક્વિટી શેર્સ)ના વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

વેચાણ માટેની ઓફરના ભાગરૂપે ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ I, પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ II, નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ X – મોરિશિયસ, એક્સેલ ઈન્ડિયા VI (મોરિશિયસ) લિમિટેડ, એક્સેલ ગ્રોથ VI હોલ્ડિંગ્સ (મોરિશિયસ) લિમિટેડ, ટ્રુડી હોલ્ડિંગ્સ, AVP I ફંડ, અને ચોક્કસ વ્યક્તિગત વેચાણ શેરધારકો શેરનું વેચાણ કરશે.

અમાગી ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ ટેકનોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ (રૂ. 667 કરોડ) માટે કરવા, અજાણ્યા હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથને ફંડિંગ આપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે. અમાગીએ નાણાકીય વર્ષ 2025માં રૂ. 1,162 કરોડની કામગીરીમાંથી આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ 2023થી નાણાકીય વર્ષ 2025 સુધી 30.70 ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવે છે, જે નવા ગ્રાહક સંપાદન અને હાલના ગ્રાહકો દ્વારા પ્લેટફોર્મના ઉપયોગમાં વધારો થવાને કારણે હાંસલ થયો છે.

કંપનીના ઇક્વિટી શેર્સને બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાની યોજના છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ અને એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)