SAMBHV STEEL TUBES LIMITED એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ વેલ્ડેડ (“ERW”) સ્ટીલ પાઇપ્સ અને સ્ટ્રક્ચરલ ટ્યુબ (હોલો સેક્શન)ના અગ્રણી ઉત્પાદક પૈકીના એક સંભવ સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.
કંપની રૂ. 5,400 મિલિયન (રૂ. 540 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત) ઇશ્યૂ કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.આ ઓફરમાં રૂ. 4400 મિલિયન (રૂ. 440 કરોડ) (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 1000 મિલિયન (રૂ. 100 કરોડ) (“OFFER FOR SALE”) સુધીની ઓફર ફોર સેલ સામેલ છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેર્સ બીએસઇ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (“NSE”) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે. નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (“BRLMs”) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)