મુંબઈ, 18 માર્ચ: ઈન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો સિક્યુરિટીઝે પ્રચલિત ક્રિએટીવ એજન્સી ધ વુમ્બ સાથે સહયોગ હેઠળ “ટ્રેડર્સ કા અનદેખા સચ” શીર્ષક હેઠળ તેની ગ્રાઉન્ડબ્રેકિંગ સિરિઝ રજૂ કરી કરી છે. આ સિરિઝનો હેતુ સ્ટોક ટ્રેડર્સના પ્રોફેશનનો અનદેખા સચ અર્થાત છૂપુ સત્ય બહાર લાવી તેમના ઉત્કૃષ્ટ કૌશલ્ય અને અર્થતંત્ર માટે આપતાં યોગદાન પર પ્રકાશ પાડવાનો છે. અનદેખા સચ બેનર હેઠળ વેબ સિરિઝ લોન્ચ કરવામાં આવી છે.

આ ઝુંબેશ મારફત સેમ્કો સિક્યુરિટિઝ અને ધ વુમ્બનો હેતુ ટ્રેડર્સના રોજિંદા જીવનને સમજવાનો છે, જેમના પ્રોફેશનને મોટાભાગના લોકો સટ્ટો- જુગાર ગણી તેમનું અપમાન કરતાં હોય છે. તેનો અનાદર કરવામાં આવે છે. સેમ્કો ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ જિમીત મોદીએ જણાવ્યું હતું કે, ટ્રેડર્સ પાસે વર્ષોના અનુભવ, સમર્પણ અને કૌશલ્યોનો યુનિક ખજાનો છે. તેઓ અદ્ભુત વિશ્લેષણાત્મક ક્ષમતાઓ દર્શાવે છે, બજારની વધ-ઘટ વચ્ચે શાંત ચિત્તે અને ધીરજ સાથે સ્થિર વલણ રાખી ટ્રેડિંગ કરતાં હોય છે. વધુમાં, ટ્રેડર્સ જોખમ સંચાલનમાં નિપુણ હોય છે, તેમના રોકાણોને સુરક્ષિત રાખવા અને મહત્તમ રિટર્ન મેળવવા માટે જોખમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરે છે અને જોખમમાં ઘટાડો કરવાની ક્ષમતા પણ ધરાવતા હોય છે.

ધ વુમ્બના એકાઉન્ટ મેનેજમેન્ટ હેડ હેવલ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં ટ્રેડિંગ ક્ષેત્રે અન્ય પ્રોફેશનને આપવામાં આવતી માન્યતા અને સન્માનનો અભાવ છે. આ ધારણાઓ ટ્રેડર્સના સામાજિક જીવનના વિવિધ પાસાઓને અસર કરે છે – જેમ કે, ક્રેડિટ મેળવવામાં, સ્યુટરની શોધમાં, બાળકોના શાળાઓમાં એડમિશન વગેરેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમે ભારતને ટ્રેડર્સને જોવાની રીત બદલવા માંગીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)