ગુરુગ્રામ, 6 સપ્ટેમ્બર:   કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ એ ક્રિસ્ટલ Crystal 4K ડાયનેમિક ટીવી લૉન્ચ કર્યું  છે. 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી 4K અપસ્કેલિંગ, એર સ્લિમ ડિઝાઇન, ડાયનેમિક ક્રિસ્ટલ કલર, મલ્ટી વૉઇસ આસિસ્ટન્ટ, ક્યુ-સિમ્ફની અને ક્રિસ્ટલ પ્રોસેસર 4K સહિતની અદ્યતન ટેક્નૉલૉજી સાથે ઉપલબ્ધ છે, જેમાં જીવંત વિઝ્યુઅલ ડિલિવર કરવા માટે અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. નવું 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી ક્રિસ્ટલ પ્રોસેસર 4K અને માસ્ટરફુલ 4K અપસ્કેલિંગ ફીચર દ્વારા સંચાલિત છે, જે પિક્ચર ક્વૉલિટીને 4K ડિસ્પ્લે બ્રિલિયન્સ સાથે મેળ ખાય છે.  તેની ડાયનેમિક ક્રિસ્ટલ કલર ટેક્નૉલૉજી રંગોની જીવંત ભિન્નતા પ્રદાન કરે છે, જે ગ્રાહકોને દરેક શેડની સૂક્ષ્મ વિગતો જોવા માટે સક્ષમ બનાવે છે.

સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર ડિરેક્ટર વિપ્લેશ ડાંગે જણાવ્યું કે નવીનતમ ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી 43 ઇંચ અને 55 ઇંચની સ્ક્રીન સાઇઝમાં રૂ. 41990ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. ક્રિસ્ટલ  4K ડાયનેમિક ટીવી સેમસંગ ઓફિશિયલ ઓનલાઈન સ્ટોર Samsung.com પર અને એક્સક્લુઝિવલી Amazon.in પર ઉપલબ્ધ છે.