PN ગાડગિલ જ્વેલર્સનો આકર્ષક IPO 10 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 456-480
IPO ખૂલશે | 10 સપ્ટેમ્બર |
IPO બંધ થશે | 12 સપ્ટેમ્બર |
એન્કરબુક | 9 સપ્ટેમ્બર |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.456-480 |
લોટ સાઇઝ | 31 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 22916667 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | રૂ. 850 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
BUSINESSGUJARAT.IN RATING | 6.5/10 |
અમદાવાદ, 6 સપ્ટેમ્બર: પી.એન. ગાડગિલ જ્વેલર્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 456-480ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 10 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 12 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ 9 સપ્ટેમ્બર રહેશે. ઑફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 456 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 480 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાયો છે. બિડ ઓછામાં ઓછા 31 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 31 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.
ઇશ્યૂ યોજવાના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
જાહેર ભરણા (IPO) દ્વારા એકત્ર કરાયેલી રકમનું ભંડોળ આ માટે વાપરવાની દરખાસ્ત છેઃ (1) મહારાષ્ટ્રમાં નવા 12 સ્ટોરની સ્થાપના માટેનો ખર્ચ, (2) કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણ-ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી કરવી અથવા અગાઉથી એટલે કે, પૂર્વ ચુકવણી કરવી, અને (3) સામાન્ય વ્યાપારી હેતુઓ માટે ખર્ચ કરવો.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
લિસ્ટેડ અમુક હરીફ કંપનીઓ વચ્ચેની તુલના એક નજરે
કંપની | ઇશ્યૂ પ્રાઇસ | છેલ્લો | સ્ટોર્સ |
કલ્યાણ જ્વેલર્સ | 87 | 650 | 833+ |
SENCO | 317 | 1197 | 310+ |
THANGMAYIL | 75 | 2140 | 160+ |
PC JEWEL. | 135 | 123 | 91+ |
PN GADGIL | 456-480 | — | 39 |
સ્ટોર્સ ધરાવે છે. પીએન ગાડગીલની પર સ્ટોર્સ ઇન્કમ અને પ્રોફીટ ટકાવારીમાં કેટલીક હરીફ
કંપનીઓ કરતાં વધુ છે. પરંતુ વેલ્યૂ અને વોલ્યૂમ્સ ચેક કરવા જરૂરી, આ સેગ્મેન્ટ પૈકી
પીએન ગાડગીલની ઇશ્યૂ પ્રાઇસ થોડી ઊંચી છતાં ઇશ્યૂ લાંબાગાળા માટે આકર્ષક છે)
પીએન ગાડગીલ જ્વેલર્સ લિમિટેડની સ્થાપના 2013 માં કરવામાં આવી હતી અને તે વિવિધ કિંમત શ્રેણી અને ડિઝાઇનમાં તેના બ્રાન્ડ નામ “PNG” હેઠળ સોના, ચાંદી, પ્લેટિનમ અને હીરાના દાગીના સહિત કિંમતી ધાતુ/જ્વેલરી ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
લીડ મેનેજર્સ | લિસ્ટિંગ |
મોતીલાલ ઓસ્વાલ ઇન્વે., ન્યુવામા વેલ્થ BOB કૅપિટલ | NSE, BSE |
કંપની પાસે વિવિધ પ્રસંગો માટે સોનાના દાગીના સંગ્રહની ઓફર કરતી 8 પેટા-બ્રાન્ડ્સ છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપનીએ મહારાષ્ટ્ર અને ગોવાના 18 શહેરોમાં 32 સ્ટોર્સ અને લગભગ 95,885 ચોરસ ફૂટની કુલ છૂટક જગ્યા સાથે યુ.એસ.માં એક સ્ટોર સહિત 33 સ્ટોર્સનો વિકાસ કર્યો હતો. કંપનીની માલિકીના 23 સ્ટોર્સ અને FOCO (ફ્રેન્ચાઇઝીની માલિકીની અને કંપની સંચાલિત) મોડલ હેઠળ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા સંચાલિત 10 સ્ટોર્સ સાથે ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)