અમદાવાદ, 1 નવેમ્બરઃ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજ્ડ નેટવર્ક સર્વિસિઝ SAR ટેલિવેન્ચર લિમિટેડે M/s બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ અને M/s વ્હાઈટફિલ્ડ કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડનો 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે રૂ. 800 કરોડના શેર પર્ચેઝ એગ્રિમેન્ટ કર્યા હોવાની જાહેરાત કરી છે.

બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિસ અને વ્હાઇટફિલ્ડ કોમ્યુનિકેશન્સનું એક્વિઝિશન ટાવર મેનેજમેન્ટ, ફાઇબર ડિપ્લોયમેન્ટ અને નેટવર્ક જાળવણી સહિત સંકલિત ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પહોંચાડવાની SAR ટેલિવેન્ચરની મુખ્ય બિઝનેસ વ્યૂહરચના સાથે એકીકૃત રીતે સંરેખિત થાય છે. બંને હસ્તગત કરાયેલી કંપનીઓ ટેલિકોમ સર્વિસિઝ ડોમેનમાં મજબૂત ઓપરેશનલ કુશળતા, સ્થાપિત ક્લાયન્ટ સંબંધો અને સાબિત એક્ઝિક્યુશન ક્ષમતાઓ લઈ આવે છે.

બિઝનેસનું એકીકરણ રિસોર્સના ઉપયોગ, ખર્ચ અસરકારકતા અને વિસ્તૃત સર્વિસ પોર્ટફોલિયો મારફત નોંધપાત્ર ઓપરેશનલ સિનર્જીમાં વધારો કરશે, SAR ટેલિવેન્ચરને અપેક્ષા છે કે, સંયુક્ત કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી, ઑપ્ટિમાઇઝ્ડ લોજિસ્ટિક્સ અને એકીકૃત મેનેજમેન્ટ સિસ્ટમ્સનો લાભ મેળવશે – જે ઉચ્ચ સંચાલન ક્ષમતા અને સર્વિસ એક્સેલન્સમાં ફાળો આપશે. પરિણામે, સંયુક્ત કંપનીને હાલના 4,00,000 ગ્રાહક આધાર ઉપરાંત કુલ 4,50,000 વધારાના રિટેલ ગ્રાહકનો આધાર મળશે.

આ જોડાણ અંગે SAR ટેલિવેન્ચર લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ સહદેવે જણાવ્યું કે, “બ્લુ લોટસ સપોર્ટ સર્વિસિઝ અને વ્હાઇટફિલ્ડ કોમ્યુનિકેશન્સનું એક્વિઝિશન અમારી ગ્રોથ યાત્રામાં એક કુદરતી પ્રગતિ દર્શાવે છે. તે SAR ટેલિવેન્ચરને તેના દક્ષિણ ક્ષેત્રની કામગીરીને મજબૂત બનાવવા, અમારી સર્વિસ વિતરણ ક્ષમતા વધારવા અને ભારતના વિકસતા ડિજિટલ તથા 5G ઇકોસિસ્ટમમાં ઉભરતી તકોનો લાભ લેવા સક્ષમ બનાવે છે. સિનર્જી તમામ સ્ટેકહોલ્ડર્સ માટે સંચાલન શ્રેષ્ઠતા અને લાંબાગાળાના મૂલ્ય નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.”