અમદાવાદ, 30 એપ્રિલઃ SBI કાર્ડ્સે નાણાકીય વર્ષ 2022-23 Q4 (ચોથા ક્વાર્ટર)માં રૂ. 596 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે 2022ના સમાનગાળામાં રૂ. 581 કરોડ સામે 3 ટકા વધ્યો છે. કંપનીની આવકો 30 ટકા વધી રૂ. 3917 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 3016 કરોડ હતી.

ચોખ્ખી વ્યાજની આવક 32 ટકા વધી રૂ. 1672 કરોડ થઈ છે. જ્યારે ફી અને કમિશન મારફત થતી આવકો વાર્ષિક ધોરણે 25 ટકા વધી રૂ. 1786 કરોડ નોંધાઈ છે. એસબીઆઈ કાર્ડ્સની ફાઈનાન્સ કોસ્ટ 90 ટકા વધી રૂ. 507 કરોડ અને ઓપરેટિંગ કોસ્ટ 26 ટકા વધી રૂ. 1980 કરોડ થઈ છે.

ગ્રોસ એનપીએ વધી 2.35 ટકા થઇ ગઇ

એસબીઆઈ કાર્ડ્સની ગ્રોસ એનપીએ વધી રૂ. 2.35 ટકા થઈ છે.જે માર્ચ ત્રિમાસિક-22માં 2.22 ટકા હતી. નેટ એનપીએમાં પણ વધારો નોંધાયો છે. જે ગતવર્ષે 0.78 ટકા સામે વધી આ વર્ષે 0.87 ટકા થઈ છે.

કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો 40 ટકા વધ્યો

નાણાકીય વર્ષ 2022-23માં નફો ગતવર્ષે રૂ. 1616 કરોડ સામે 40 ટકા વધી રૂ. 2258 કરોડ થયો છે. કુલ આવકો 26 ટકા વધી રૂ. 14286 કરોડ નોંધાઈ હતી. જે ગત વર્ષે રૂ. 11302 કરોડ હતી. ફાઈનાન્સ કોસ્ટ 60 ટકા વધી રૂ. 1648 કરોડ (રૂ. 1027 કરોડ) અને ઓપરેટિંગ કોસ્ટ 27 ટકા વધી રૂ. 7448 કરોડ (રૂ. 5844 કરોડ) થઈ હતી.

Summary Profit and Loss Statement (Rs Cr)

DescriptionQ4 FY22Q3 FY23Q4 FY23FY22FY23
Interest Incom1,2661,6091,6724,8666,153
Total Revenue2,8503,5073,76210,67713,667
Total Income3,0163,6563,91711,30214,286
Profit after tax5815095961,6162,258