SBIએ YONO 2.0 લોંચ કરી, ડિજિટલ બેન્કિંગના અનુભવોને નવું સ્વરૂપ આપ્યું
અમદાવાદ, 17 ડિસેમ્બર: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ YONO 2.0 લોંચ કર્યું છે, જે તેના ડિજિટલ પ્લેટફોર્મનું નવું વર્ઝન છે અને તેમાં મોબાઈલ તથા નેટ બેન્કિંગ એમ બન્નેનો સમાવેશ થાય છે. YONOની ટ્રાન્સફોર્મેશનની યાત્રાને આઠ વર્ષ પૂરા થવા પ્રસંગે આ આધુનિક પ્લેટફોર્મ 50 કરોડથી વધારે ગ્રાહકો માટે બેન્કની ઓમનીચેનલ ક્ષમતાને ખૂબ જ મજબૂત કરે છે. નવા YONO એપ અને ઈન્ટરનેટ બેન્કિંગ હવે એક યુનિફાઈડ બેન્ક એન્ડ આર્કિટેક્ચર પર કામ કરવા તથા એક જ યુઝર ઈન્ટરફેસ શેર કરવાથી કસ્ટમર્સને કોઈ જ અવરોધ વગર ક્રોસ-પ્લેટફોર્મ કન્ટીન્યુટી મળશે.ઈન્ટરનેટ બેન્કિંગ પર શરૂ કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનને કોઈપણ પ્રકારના અવરોધ વગરની સ્થિતિમાં નવા YONO એપ પર સરળતાથી ફરીથી શરૂ કરી શકાય છે. આ એડવાન્સમેન્ટ સાથે એસબીઆઈ તેની ડિજિટલ બેન્કિંગ ઈકોસિસ્ટમને ફક્ત એપથી વિશેષ આગળ લઈ જઈ રીડિફાઈન કરી રહેલ છે, જેનો ઉદ્દેશ વધુ સારા પર્સનલાઈઝ્ડ કસ્ટમર એક્સપીરિયન્સને વધારે મજબૂત યુઝર સિક્યોરિટીની બાબતમાં નવા બેન્ચમાર્ક સેટ કરવાનો છે.
નવી YONO સાથે SBI ડિજિટલ બેન્કિંગના ભવિષ્યનો આકાર આપવાની અમારી કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે-જે ભારતીય ફાયનાન્શિયલ ઈકોસિસ્ટમમાં ખાસ કરી સહાય કરે તેવા પ્રમાણમાં ઈનોવેશ, સુરક્ષા તથા વિશ્વાસ પ્રદાન કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
