SBI LIFE એ ‘SBI LIFE- SMART SHIELD PLUS’ લૉન્ચ કર્યો
અમદાવાદ, 14 ઓગસ્ટ: SBI લાઇફ ઇન્સ્યોરન્સે તેના લેટેસ્ટ પ્રોટેક્શન પ્લાન – એસબીઆઈ લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ વ્યક્તિગત, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ આજના ગ્રાહકોની સુરક્ષાને લગતી વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેના ભવિષ્ય માટે તૈયાર અભિગમ સાથે, SBI લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસ એક ફ્લેક્સિબલ અને માપી શકાય તેવો ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ઓફર કરે છે, જે જીવનના મુખ્ય પડાવો પર વ્યક્તિની વધતી જતી જવાબદારીઓ સાથે અસીમિત રીતે અનુકૂળતા સાધે છે.
SBI લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસને લાંબા ગાળાના પ્રોટેક્શન પ્લાનિંગને વધુ સુલભ અને અર્થપૂર્ણ બનાવવા માટે વિચારપૂર્વક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે ત્રણ પ્લાન વિકલ્પો પ્રદાન કરે છે – લેવલ કવર, ઇન્ક્રીઝિંગ કવર અને ફ્યુચર પ્રૂફિંગના લાભ સાથેના લેવલ કવર, જે વ્યક્તિને તેની નાણાકીય અને વ્યક્તિગત યાત્રા દરમિયાનની બદલાતી જરૂરિયાતો સાથે તેમના લાઈફ કવરને સાંકળવા માટે સક્ષમ બનાવે છે. ઇન્ક્રીઝિંગ કવરના લાભનો વિકલ્પ આપમેળે વાર્ષિક 5%ના સાદા વ્યાજદરે વીમા હેઠળની રકમમાં વધારો કરે છે,જે વીમા હેઠળની રકમના મહત્તમ 200% સુધી વધે છે.
આ ઓફરમાં બેટર હાફ બેનિફિટ સહિતના વૈકલ્પિક ફીચર્સનો પણ સમાવેશ થાય છે, જે હયાત જીવનસાથીને ₹25 લાખનું વધારાનું લાઈફ કવર અથવા શરૂઆતના સમયે જીવન વીમાધારક દ્વારા પસંદ કરાયેલી વીમાકૃત રકમના 50% (જે ઓછું હોય તે) પૂરું પાડે છે, જે જીવન વીમાધારકના મૃત્યુ પછી સતત નાણાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. આ પ્રકારના કિસ્સામાં, જીવન વીમાધારક માટે લાગુ મૃત્યુના લાભ ચૂકવવામાં આવે છે, કોઈ વધુ પ્રીમિયમ ચૂકવવાપાત્ર નથી રહેતું, અને જીવનસાથીનું કવર શરૂ થઈને 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે. આ પોલિસી ફિઝિકલ અને ડિજિટલ બંને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ છે, તેના માટેનું ડોક્યુમેન્ટેશન પણ ઝંઝટમુક્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)