Scoda Tubes Limited એ SEBI માં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024: ભારત સ્થિત સ્ટેઇનલેસ-સ્ટીલ ટ્યુબ અને પાઇપની ઉત્પાદક કંપની 14 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેની પ્રોડક્ટ્સ મુખ્યત્વે, (પાંચ પ્રોડક્ટ લાઇનમાં (1) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ પાઇપ, (2) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ ટ્યુબ, (3) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ “U” ટ્યુબ, (4) સ્ટેઇનલેસ સ્ટીલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ, અને (5) સ્ટેઇનલેસ સ્ટીલ વેલ્ડેડ ટ્યુબ અને “U” ટ્યુબ (“પ્રોડક્ટ્સ” અથવા “સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સ”) છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ એન્જિનિયરીંગ કંપનીઓ, ઓઇલ અને ગેસમાં કાર્યરત ઇપીસી અને ઇન્ડસ્ટ્રીયલ કંપની, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, પાવર, પેટ્રોકેમિકલ્સ, ઓટોમોટિવ, રેલવે અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર માટે કરાય છે.
સ્કોડા ટ્યુબ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.આઇપીઓ રૂ. 275 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ છે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ સીમલેસ અને વેલ્ડેડ ટ્યુબ અને પાઇપની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે મૂડી ખર્ચ, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.
31 ઓગસ્ટ, 2024 સુધીમાં કંપનીની ઉત્પાદન સુવિધાની મધર હોલોની કુલ સ્થાપિત ક્ષમતા 20,000 એમટી, સીમલેસ પ્રોડક્ટ્સની વાર્ષિક 10,068 એમટી અને વેલ્ડેડ પ્રોડક્ટ્સની વાર્ષિક 164 1,020 એમટી છે. કંપની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોને સેવા આપે છે.સમર્થ પટેલ, જાગૃતકુમાર પટેલ, રવી પટેલ, સૌરભ પટેલ, વિપુલકુમાર પટેલ કંપનીના પ્રમોટર છે, જેઓ સ્ટેઇનલેસ સ્ટીલ, સીમલેસ અને વેલ્ડેડ ટ્યુબ એન્ડ પાઇપ ઇન્ડસ્ટ્રીમાં અનુભવી છે.મોનાર્ક નેટવર્થ કેપિટલ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)