અમદાવાદ, 28 ફેબ્રુઆરી : સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (‘સેનોરેસ’ અથવા ‘SPL’) એ આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે સર્વે નં. 1503 ખાતે તેના ગ્રીનફિલ્ડ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (API) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરી.

આ સુવિધા આશરે 2,30,000 વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે અને તેનું 100 મેટ્રિક ટન પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ સેનોરેસનું બીજું API ઉત્પાદન પ્લાન્ટ છે, જે કંપનીની વર્તમાન API ઉત્પાદક ક્ષમતાઓમાં મહત્વપૂર્ણ વધારો કરશે.

ઉદ્ઘાટન પ્રસંગે સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સ્વપ્નિલ શાહએ જણાવ્યું હતું કે: “અમે મહેસાણામાં અમારી આધુનિક API સુવિધાની શરૂઆત કરતા આનંદ અનુભવી રહ્યા છીએ. આ API પ્લાન્ટના કાર્યાન્વયન દ્વારા સેનોરેસ તેના ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તૃત કરી શકશે અને વિનિયંત્રિત બજારો (Regulated Markets) ખાસ કરીને CDMO/CMO વ્યવસાયમાં સ્પર્ધાત્મકતા વધારી શકશે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)