સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 61000ની નીચે, વધુ 635 પોઇન્ટ તૂટ્યો
કોવિડ રિટર્ન્સઃ કોરોનાના ભયે શેરબજારો થરથર્યા, હેલ્થકેર શેર્સમાં સુધારાનો સંચાર
હેલ્થકેર ઇન્ડેક્સ 2.25 ટકા ઉછળી 23600 પોઇન્ટ બંધ
ટેલિકોમ, પાવર, સ્મોલકેપ, ફાઇનાન્સમાં બે ટકા સુધી ઘટાડો
રોકાણકારોની મૂડીમાં રૂ. 4.45 લાખ કરોડનું જંગી ધોવાણ થયું
અમદાવાદઃ ચીનમાં કોરોનાનો વ્યાપ વધવા સાથે સમગ્ર વિશ્વની 15 ટકાથી વધુ વસ્તીને નવો વાયરસ અસર કરે તેવી દહેશત વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં ફરી ફફડાટ ફેલાયો છે. તેની અસર હેઠળ ભારતીય શેરબજારો સવારે ગેપઅપથી ખુલ્યા હોવા છતાં હેવી સેલિંગ પ્રેશર હેઠળ આવી જતાં બીએસઇ સેન્સેક્સે 61000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી નાંખી હતી. જોકે, કોરોના ક્રાઇસિસનો ફાયદો હેલ્થકેર કંપનીઓને થશે તેવી ધારણા પાછળ આજે હેલ્થકેર ઇન્ડેક્સ 2.25 ટકાના ઉછાળા સાથે 23600 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ની વિદાય પછી હેલ્થકેર શેર્સમાં વળતાં પાણી જોવાયા હતા. પરંતુ નવી દહેશતના કારણે આજે હેલ્થકેર ઇન્ડેક્સ બેઝ્ડ 96 પૈકી 63 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 33 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જેમાં ખાસ કરીને સેકન્ડ કેડર શેર્સમાં સંગીન સુધારાની ચાલ રહી હતી. આજના ઘટાડામાં બીએસઇ માર્કેટકેપમાં રૂ. 4.45 લાખ કરોડનું જંગી ધોવાણ થયું હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે.
હેલ્થકેર શેર્સની તંદુરસ્તીમાં વધારો થયો
કંપની | બંધ | સુધારો (ટકા) |
થાયરોકેર | 700.10 | 14.85 |
આઇઓએલસીપી | 399.45 | 14.16 |
વિજયા | 476.25 | 11.74 |
પાનએસિયાબાયો | 151.50 | 9.50 |
સોલારા | 461.45 | 8.60 |
ગ્લેનમાર્ક | 440.95 | 7.76 |
મેટ્રોપોલિસ | 1370.65 | 6.94 |
મોરપેન લેબ્સ | 33.00 | 6.80 |
લાલપેથલેબ્સ | 2430.20 | 6.23 |
ડિવિસ લેબ | 3518.70 | 5.01 |
શેરબજારોમાં કડાકાના મુખ્ય કારણો
ચીન, યુએસએ, કોરિયા, બ્રાઝીલ અને જાપાનમાં કોરોનાના કેસો નોંધાયા
બેન્ક ઓફ જાપાને વ્યાજ દરમાં વધારાનું વલણ અપનાવ્યું
યુએસના હોમ સેલ્સ ડેટા અને યુકેના જીડીપી ડેટા પૂર્વે સાવચેતી
ટેકનિકલી નિફ્ટીએ 18200 અને સેન્સેક્સે 61000ની સપાટી તોડી
માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ કુલ ટ્રેડેડ પૈકી 75 ટકા સ્ક્રીપ્સ ઘટી
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3665 પૈકી 786 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 75.44 ટકા એટલેકે 2765 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ પેકની 23 સ્ક્રીપ્સ ઘટી હતી.
વિગત | કુલ | સુધારો | ઘટાડો |
બીએસઇ | 3665 | 786 (21.45 ટકા) | 2765 (75.44 ટકા) |
સેન્સેક્સ | 30 | 7 | 23 |
કયા કયા સેક્ટોરલ્સમાં કડાકો
આજે હેલ્થકેર અને આઇટી સેક્ટર્સને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને ટેલિકોમ, પાવર અને સ્મોલકેપમાં બે ટકા ઉપરાંત ઘટાડો નોંધાયો હતો. જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઇનાન્સ, ઓટો, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઇલ, રિયાલ્ટી અને મિડકેપ્સમાં એક ટકા કે તેથી વધુ ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ ખાતે સૌથી વધુ સુધરેલા શેર્સ
Security | LTP (₹) | Change | % Ch. |
THYROCARE | 700.10 | +90.50 | +14.85 |
IOLCP | 399.45 | +49.55 | +14.16 |
VIJAYA | 476.25 | +50.05 | +11.74 |
JINDWORLD | 454.65 | +39.30 | +9.46 |
SOLARA | 461.45 | +36.55 | +8.60 |
બીએસઇ ખાતે સૌથી વધુ ઘટેલાં શેર્સ
Security | LTP (₹) | Change | % Change |
IFCI | 13.58 | -1.95 | -12.56 |
HCC | 19.00 | -2.95 | -13.44 |
NFL | 70.85 | -9.20 | -11.49 |
OPTIEMUS | 311.50 | -34.60 | -10.00 |
SUZLON | 10.21 | -1.31 | -11.37 |