અમદાવાદ, 19 જુલાઇઃ બીએસઇ સેન્સેક્સે સૌપ્રથમવાર 67000 પોઇન્ટની ઐતિહાસિક ટોચ ઉપર બંધ આપીને તેજીની આગેકૂચના વાવડ આપ્યા છે. બુધવારે સેન્સેક્સ એક તબક્કે 66095 પોઇન્ટની સપાટીએ ગેપઅપથી ખૂલ્યા બાદ ઉપરમાં 67171 પોઇન્ટ અને નીચામાં 66704 પોઇન્ટ થયા બાદ છેલ્લે 302.30 પોઇન્ટના સુધારા સાથે 67097.44 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ વિવિધ સેક્ટોરલ્સ પૈકી ટેલીકોમ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી, બેન્ક, એનર્જી, ઓઈલ-ગેસ અને ફાઈનાન્શિયલ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓટો, ટેકનો શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.63 અને 0.61 ટકા વધીને બંધ રહ્યા હતા.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,851.70 (નવી ટોચ) અને નીચામાં 19,727.45 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 83.90 પોઈન્ટ્સ અથવા 0.42 ટકાના ઉછાળા સાથે 19833.15 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

રોકાણકારોની મૂડી છેલ્લા એક માસમાં 11.75 લાખ કરોડ વધી

રોકાણકારોની મૂડીમાં 11.75 લાખ કરોડનો વધારો નોંધાયો છે. 18 જૂન, 2023ના રોજ બીએસઈની કુલ માર્કેટ કેપ 292.78 લાખ કરોડ હતી. તે વધીને રૂ. 304.53 લાખ કરોડની સપાટીએ આંબી ગઇ છે.

2023માં સેન્સેક્સ 7547 પોઇન્ટનો જમ્પ મારી 67000 પોઇન્ટ ઉપર બંધ

MonthOpenHighLowClose
Jan 2360,871.2461,343.9658,699.2059,549.90
Feb 2360,001.1761,682.2558,795.9758,962.12
Mar 2359,136.4860,498.4857,084.9158,991.52
Apr 2359,131.1661,209.4658,793.0861,112.44
May 2361,301.6163,036.1261,002.1762,622.24
Jun 2362,736.4764,768.5862,359.1464,718.56
Jul 2364,836.1667,171.3864,836.1667,097.44