બુધવારે સેન્સેક્સ 928 પોઇન્ટ તૂટી 60000ની નીચે, નિફ્ટીમાં 272 પોઇન્ટનું ગાબડું

અમદાવાદઃ ફેડના વ્યાજ વધારાનો ફફડાટ, રશિયા- યુક્રેન યુદ્ધની વણસેલી પરિસ્થિતિ, સેબીના આકરાં પગલાં, ગૌતમ અદાણી જૂથની કંપનીઓના શેર્સમાં રોકાણકારોના સૂપડાં સાફ થવા સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં સળંગ ચોથા દિવસે પણ વેચવાલીનો મારો રહેતાં સેન્સેક્સે 60000 પોઇન્ટની અને નિફ્ટી 17600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ તોડી નીચા મથાળે બંધ રહ્યા હતા. બીએસઇ ખાતે મોટાભાગના સેક્ટોરલ્સમાં સાર્વત્રિક મંદીનો માહોલ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ છેલ્લા ચાર દિવસની એકધારી મંદીની ચાલમાં 1575 પોઇન્ટ તૂટી ચૂક્યો છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં (બીએસઇ માર્કેટકેપ)માં રૂ. 6 લાખ કરોડનું ધોવાણ થઇ ચૂક્યું છે.

ઈન્ટ્રા ડેમાં સેન્સેક્સ 1000 પોઈન્ટ્સથી વધુ ગગડ્યો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ 60,462.90 અને 59,681.55 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 927.74 પોઈન્ટ્સ (1.53 ટકા) ગગડીને 59744.98 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 17,772.50 અને 17,529.45 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 272.40 પોઈન્ટ્સ (1.53 ટકા)ના કડાકા સાથે 17554.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

DateOpenHighLowClose
16/02/202361,566.2261,682.2561,196.7261,319.51
17/02/202360,993.5461,302.7260,810.6761,002.57
20/02/202361,112.8461,290.1960,607.0260,691.54
21/02/202360,770.4360,976.5960,583.7260,672.72
22/02/202360,391.8660,462.9059,681.5559,744.98

સેન્સેક્સ પેકમાં એક માત્ર આઇટીસીમાં સુધારો

BSE સેન્સેક્સ પેકમાં આજે એક માત્ર આઈટીસીમાં 0.34 ટકાનો સુધારો નોંધાયો હતો. સામે બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ 2.92 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અન્ય ઘટેલાં શેર્સમાં બજાજ ફિનસર્વ, રિલાયન્સ, વિપ્રો, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાકેમ્કો, ટાટા મોટર્સ, એનટીપીસી, કોટક બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ અને એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે.

તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ઘટીને બંધ રહ્યા

આઈટી, ટેકનો, રિયલ્ટી, ઓઈલ-ગેસ, ઓટો, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ અને એનર્જી શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.16 ટકા અને 1.09 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ 71.88 ટકા નેગેટિવ, સેન્ટિમેન્ટ સાવ તળિયે

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30129
બીએસઇ36068842592