RBI પોલિસી પૂર્વે સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 17800 નીચે
Index | Open | High | Low | Current | Prev | Ch(pts) | Ch(%) | 52WkH | 52WKL |
SENSEX | 60511 | 60655 | 60063 | 60286 | 60507 | -221 | -0.37 | 63583 | 50921 |
અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પોલિસી બેઠકના નિર્ણય પૂર્વે ભારતીય શેરબજારોમાં સ્ટોક સ્પેસિફિક એક્ટિવિટી વચ્ચે સેન્સેક્સ 220.86 પોઈન્ટ ઘટાડા સાથે 60,286.04ના સ્તરે બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી ટેક્નિકલ સપોર્ટ 17800 પોઈન્ટ તોડી 43.10 પોઈન્ટ્સ ઘટી 17,721.50 પોઈન્ટ પર બંધ થયો હતો. આવતીકાલે આરબીઆઈ રેપો રેટ મામલે જાહેરાત કરશે. પરિણામે રોકાણકારો અને ટ્રેડર્સRBI વ્યાજદર મુદ્દે કેવો નિર્ણય લેશે તેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ, સેન્ટિમેન્ટ સ્ટોક સ્પેસિફિક
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3622 સ્ક્રિપ્સમાંથી 1573માં સુધારો અને 1916માં ઘટાડો નોંધાયો હતો. 74 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 166 સ્ટોક્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીએસઈ ખાતે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 9માં સુધારો અને 21માં ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું હોવાનો નિર્દેશ આપે છે.
મેટલ, એફએમસીજી, ટેલિકોમ શેરોમાં વેચવાલી
સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે બેન્કેક્સ, રિયાલ્ટી અને કેપિટલ ગુડ્સ સિવાયના તમામ સેક્ટર્સ રેડઝોનમાં બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ વેચવાલીનું પ્રેશર મેટલ, એફએમસીજી, અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં જોવા મળ્યુ હતું. જે 1.13 ટકાથી 1.89 ટકા સુધી તૂટ્યા હતા. FII દ્વારા વેચવાલીમાં વધારો થતાં તાતા સ્ટીલ, હિન્દાલ્કો, સેલના શેરોમાં કડાકો નોંધાયો હતો. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, યુએસમાં જોબ્સના મજબૂત ડેટા જાહેર થયા બાદ બજારમાં નબળાઈને પગલે સ્થાનિક બજારમાં રીંછનું વર્ચસ્વ ચાલુ રહ્યું છે. વૈશ્વિક બજારો કેન્દ્રની નીતિગત કાર્યવાહીના આધારે ટ્રેડિંગ કરી રહ્યા છે. આ સિવાય બોન્ડ યીલ્ડમાં વધારો અને વ્યાજદરમાં વધુ વધારાની અસર પણ બજારના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
APARINDS | 2,221.80 | +294.05 | +15.25 |
ADANIENT | 1,802.50 | +230.10 | +14.63 |
GLAND | 1,308.80 | +134.70 | +11.47 |
KIRIINDUS | 305.85 | +27.80 | +10.00 |
ACE | 361.60 | +23.75 | +7.03 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
MOLDTKPAC | 957.75 | -104.10 | -9.80 |
LLOYDSTEEL | 19.10 | -1.60 | -7.73 |
RAJESHEXPO | 851.00 | -54.20 | -5.99 |
TATAMETALI | 767.35 | -45.75 | -5.63 |
BALAMINES | 2,172.30 | -129.00 | -5.61 |