અમદાવાદ, 7 મેઃ ભારતીય શેરબજારોમાં લાઇવ ઇલેક્શનની સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટીમાં પણ તેજી-મંદીનો તાલ જોવા મળ્યો હતો. એક તબક્કે સેન્સેક્સે 73000 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 22300 પોઇન્ટની સપાટીઓ તોડી હતી. પરંતુ સેકન્ડ સેશનમાં બાજી થોડી સુધરવા સાથે સેન્સેક્સ 383 પોઈન્ટ (0.5%) ઘટીને 73,511.85 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 141 પોઈન્ટ (0.6%) ઘટીને 22,301.50 પર બંધ રહ્યો હતો.. કુલ શેરોમાંથી, 840 વધ્યા, 2,441 ઘટ્યા અને 82 યથાવત રહ્યા હતા.

નિફ્ટી FMCG ઇન્ડેક્સ2%
નિફ્ટી IT0.77%

રોકાણકારોએ બેન્કિંગ, ધાતુઓ, તેલ અને ગેસ, રિયલ્ટી અને પાવર શેર્સમાં પ્રોફીટ બુકિંગ કરવાનું વલણ અપનાવું હોવાથી બજારોમાં ઘટાડાની ચાલ આગળ વધી હતી. વર્તમાન ચૂંટણીમાં ઓછું મતદાન અને પ્રીમિયમ વેલ્યુએશન સહિતના વિવિધ પરિબળોને કારણે સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.

નિફ્ટી રિયલ્ટી3.5%
મેટલ્સ2.4%
નિફ્ટી PSU બેન્ક2.3%
નિફ્ટી હેલ્થકેર2%
નિફ્ટી ઓટો1.8%

ટેક્નિકલ એનાલિસિસ સૂચવે છે કે નિફ્ટીએ ગયા અઠવાડિયે બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલ બનાવી હતી, જે નબળાઈ દર્શાવે છે. બેરિશ એન્ગલ્ફિંગ કેન્ડલની નીચી સપાટી અને 34-દિવસ એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (DEMA) સપોર્ટ, જે વધુ નિરાશાવાદ સૂચવે છે. ડાઉનસાઇડ પર, ઇન્ડેક્સને 22,100-22,000ના સ્તરે સપોર્ટ મળી શકે છે. અપસાઇડ પર, ઇન્ડેક્સ 22,800 પર રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. ટૂંકા ગાળાની ટ્રેડિંગ રેન્જ 22,000-22,800ની રહેવાનો અંદાજ મોટાભાગના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બેન્ક નિફ્ટી જોકે, સુધારા સાથે ખુલ્યો હતો, પરંતુ ભારે વેચવાલીના દબાણને કારણે 48,285 પર બંધ રહ્યો હતો. ટેક્નિકલ રીતે, સાપ્તાહિક ધોરણે, ઇન્ડેક્સે તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીની નજીક શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિકની રચના કરી, જે 49,975 ની નજીક રેઝિસ્ટન્સ સૂચવે છે. અગાઉના સપ્તાહના 48,342.7ની નીચી સપાટી તોડી હતી. તે જોતાં જ્યાં સુધી ઈન્ડેક્સ 48,340ની નીચે રહેશે ત્યાં સુધી નબળાઈ 48000-47,700 સુધી લંબાઈ શકે છે. ટૂંકા ગાળામાં, 48,000 અને 47,700 સપોર્ટ પોઈન્ટ તરીકે અને 49,000 અને 50,000 રેઝિસ્ટન્સ લેવલ્સ તરીકે વર્તી શકે તેવું જણાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)