Sensex ઇન્ટ્રા-ડે 66000 ક્રોસ, છેલ્લે 19559 પોઇન્ટ બંધ
નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 19550 પોઇન્ટની સપાટી ક્રોસ
વિગત | સેન્સેક્સ | નિફ્ટી | રિલાયન્સ |
બુધવારે બંધ | 65394 | 19384 | 2766 |
ખુલી | 65394 | 19495 | 2781 |
વધી | 66064 | 19567 | 2800 |
ઘટી | 65452 | 19386 | 2738 |
બંધ | 65559 | 19414 | 2743 |
+/- | +164.99 | 29.45 | -23.05 |
+/- | 0.25% | +0.15% | -0.83% |
અમદાવાદ, 13 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં મે માસથી શરૂ થયેલી સુધારા કમ તેજીની ચાલમાં સેન્સેક્સે ગુરુવારે 66000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ઐતિહાસિક ઊંચી સપાટી ક્રોસ કરી લીધી હતી. જોકે, છેલ્લે 164.99 પોઇન્ટના સુધારા સાથે 65558.89 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 19,567.00 (નવી ટોચ) અને નીચામાં 19,385.80 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 57.25 પોઈન્ટ્સ અથવા 0.30 ટકાના ઉછાળા સાથે 19441.55 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, માર્કેટ ટેકનિકલી સાઉન્ડ કન્ડિશનમાં આવી રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી માટે હવે 19650- 19700 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખવાની રહેશે.
ત્રિધ્યા ટેકનું 5 ટકાની તેજીની સર્કિટ સાથે લિસ્ટિંગ
ઇશ્યૂ પ્રાઇસ | 42 |
ખૂલી | 42 |
વધી | 44.10 |
ઘટી | 39.90 |
બંધ | 44.10 |
સુધારો | રૂ. 2.10 |
સુધારો | 5.00% |
અમદાવાદ સ્થિત આઇટી કંપની ત્રિધ્યા ટેકે એનએસઇ ઇમર્જ ખાતે યોજેલો એસએમઇ આઇપીઓ આજે રૂ. 42ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 44.10ના બંધ ભાવે રહેવા સાથે એટલેકે 5 ટકાની તેજીની સર્કીટ સાથે રહેતાં જે રોકાણકારોને લાગ્યા હશે તેઓને લીલાલહેર થઇ ગયાની લાગણી માર્કેટમાં ફેલાયેલી જોવા મળી હતી.
અમેરિકામા ફુગાવાના દરમાં ઘટાડા બાદ આજે આઈટી અને ટેકનો શેરોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. ટીસીએસના શેર આજે 2.57 ટકા વધીને બંધ રહ્યા હતા જ્યારે પાવગ્રીડના શેર 3 ટકાથી વધુ ગગડ્યા હતા. સેન્સેક્સે આજે પહેલીવાર 66000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી જોકે, બાદમાં તે પાછો ફર્યો હતો. આઈટી સેક્ટરના અંદાજથી ખરાબ દેખાવ છતાં શેરબજારમાં તેજીને બળ મળ્યું હતું.અને આઈટી અને ટેકનો શેરો વધ્યા હતા.
બીએસઈમાં સેક્ટોરલ ઈન્ડાઈસિસ પૈકી આઈટી, ટેકનો, મેટલ, બેન્ક, ફાઈનાન્શિયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર, એનર્જી, ઓઈલ-ગેસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.64 અને 0.54 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
Prabhudas Lilladher – STAR CALLS
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)