ઓગસ્ટમાં આગેકૂચઃ સેન્સેક્સે 5.60 ટકાની વૃદ્ધિ નોંધાવી
- સ્મોલકેપ, મિડકેપ ઇન્ડેક્સમાં પણ 5.90 ટકાનો સંગીન સુધારો
- પાવર, રિયાલ્ટી, સીજી, સીડી, એનર્જી, ઓઇલ અને ટેલિકોમ ઇન્ડેક્સમાં સેન્સેક્સ કરતાં પણ વધુ સુધારો નોંધાયો
- ઓટો, મેટલ, ફાઇનાન્સ અને પીએસયુ ઇન્ડાઇસિસમાં 5 ટકા ઉપરાંત સુધારો નોંધાયો
- એફએમસીજી 3 ટકા અને હેલ્થકેર 0.49 ટકાના સુધારા સાથે રહ્યા
- આઇટી, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો
ભારતીય શેરબજારો માટે ઓગસ્ટ મહિનો સુધારાની ક્રાન્તિનો રહ્યો હોય તેમ બીએસઇ સેન્સેક્સમાં 5.60 ટકાનો સુધારો નોંધાયો છે. જ્યારે સ્મોલકેપ અને મિડકેપ કે જે સ્મોલ ઇન્વેસ્ટર્સના ઇન્વોલ્વમેન્ટનું પ્રતિક ગણાય છે તેમાં પણ 5.90 ટકાનો અનુક્રમે સુધારો નોંધાયો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ 14.93 ટકા વૃદ્ધિ નોંધાવવા સાથે શિરમોર રહ્યો હતો. જ્યારે કેપિટલ ગુડ્સ 8.44 ટકા સાથે બીજા અને એનર્જી 7.95 ટકા વૃદ્ધિ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
ઓટો, મેટલ, ફાઇનાન્સ અને પીએસયુ ઇન્ડાઇસિસમાં પણ 5 ટકા ઉપરાંત સુધારો નોંધાયો હતો. જ્યારે એફએમસીજી 3 ટકા અને રિયાલ્ટી ઇન્ડેક્સમાં 2.85 ટકાનો સુધારો રહ્યો હતો. હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.49 ટકાનો નોમિનલ સુધારો નોંધાયો હતો. પરંતુ આઇટી, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં 0.03 ટકાથી 1.98 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સ, મિડ- સ્મોલકેપ ઇન્ડેક્સની ઓગસ્ટ ચાલ
ઇન્ડેક્સ | 29-7-22 | 30-8-222 | +/-% |
SENSEX | 57570 | 59537 | 5.60% |
MIDCAP | 24051 | 25408 | 5.90% |
SMALLCAP | 27056 | 28651 | 5.90% |
સેન્સેક્સને આઉટપરફોર્મ કરનારા ઇન્ડાઇસિસ
ઇન્ડેક્સ | 29-7-22 | 30-8-222 | +/-% |
POWER | 4556 | 5228 | 14.93% |
CAPITAL GOODS | 29717 | 32225 | 8.44% |
CONSU.DURA. | 39570 | 42711 | 7.95% |
ENERGY | 8247 | 8883 | 7.75% |
OIL | 18999 | 20290 | 6.79% |
TELECOM | 1629 | 1720 | 5.68% |
સેન્સેક્સને અન્ડર પરફોર્મ કરનારા ઇન્ડાઇસિસ
ઇન્ડેક્સ | 29-7-22 | 30-8-222 | +/-% |
AUTO | 28728 | 30334 | 5.59% |
METAL | 18190 | 19166 | 5.36% |
FINANCE | 8077 | 8479 | 5.02% |
PSU | 8657 | 9088 | 5.01% |
FMCG | 15489 | 15954 | 3.00% |
REALTY | 3591 | 3691 | 2.85% |
HEALTHCARE | 22901 | 23013 | 0.49% |
નેગેટિવ ટ્રેન્ડ નોંધાવનારા ઇન્ડાઇસિસ
ઇન્ડેક્સ | 29-7-22 | 30-8-222 | +/-% |
IT | 29488 | 28914 | -1.98% |
BANKEX | 43131 | 42296 | -1.97% |
TECK | 13429 | 13425 | -0.03% |
10 વર્ષમાં ઝીરોમાંથી હીરો સાબિત થયેલા શેર્સ
કોલસાની ખાણમાંથી હીરો હાથમાં આવી જાય. પરંતુ તે પહેલાં કપડાંથી માંડીને મોં સુદ્ધાં કાળા પડી જાય તેટલી મહેનત કરવી પડે. શેરબજારમાં પણ જ્યારે રોકાણ કરવા ઇચ્છો ત્યારે આશરે 5400 લિસ્ટેડ કંપનીમાંથી કઇ કંપનીનો શેર હીરો અને કઇ કંપનીનો શેર ઝીરો સાબિત થશે તેની ઉપર સંખ્યાબંધ ફેકટર્સ કામ કરતાં હોય છે. પરંતુ ફંડ, ફન્ડા, ફન્ડામેન્ટલ્સ ઉપરાંત માર્કેટ ફેન્સી ઉપર મુખ્યત્વે આધાર રહેતો હોય છે. યોગ્ય માઇન્ડ, મેથડ અને મનીનો ઉપયોગ કર્યો હોય તો મબલક કમાણી માટેનો ખજાનો પૂરો પાડી શકે તે માત્ર અને માત્ર શેરબજારો જ હોય. ઉદાહરણ તરીકે BSE સેન્સેક્સે ઓગસ્ટ 2012થી અત્યાર સુધીમાં 242 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે, રોકાણકારોને સમાન સમયગાળામાં ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વધુ કોઈ લાભ મળ્યો ન હતો, સોનામાં રોકાણકારોના નાણાં માત્ર બમણા થયા હતા. 10 વર્ષ માટે BSE500માં સમાવિષ્ટ 340 શેરોમાંથી, 210 એ બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો. દરમિયાન, આમાંથી 85 શેરોએ 1,000 ટકાથી વધુ રિટર્ન આપ્યું હતું.
છેલ્લા દસ વર્ષમાં ઝીરોમાંથી હીરો બન્યાં
– આલ્કાઈલ એમાઈન્સે 10 વર્ષમાં 13,345 ટકા રિટર્ન આપ્યું છે. 31 ઓગસ્ટ, 2012ના રોજ રૂ. 22.07થી 30 ઓગસ્ટ, 2022ના રોજ રૂ. 2,967.2 થયો છે. જે 13000 ટકાનો ઉછાળો દર્શાવે છે.
– Tanla Platform: 10 વર્ષ પહેલાં રૂ. 5.48 અને આજે રૂ. 719.55, જે 13,000 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે.
– દીપક નાઈટ્રેટ(Deepak Nitrite), કેપલિન પોઈન્ટ લેબોરેટરીઝ (Caplin Point Laboratories) અને એચએલઈ ગ્લાસકોટ (HLE Glascoat)માં 10,000-12,000 ટકાનો ઉછાળો
– UNO મિંડા(UNO Minda), KEI ઈન્ડસ્ટ્રીઝ, Tata Elxsi, Balaji Amines, Navin Fluorine International, Bajaj Finance, SRF, Garware Technical Fibers, Astral, APL Apollo Tubes અને Westlife Developmentમાં 10 વર્ષમાં 5,000-10,000 ટકા ઉછળી ચૂક્યા છે.