અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ફર્સ્ટહાફમાં જોવા મળેલી સુધારાની ચાલ સેકન્ડ હાફમાં હાંફી ગઇ હતી. સેન્સેક્સ શુક્રવારે વધુ 142 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50એ તેની 17500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની ટેકાની સપાટી પણ ગુમાવી હતી. બજાર નિષ્ણાતો હવે 17350 પોઇન્ટની વાતો કરી રહ્યા છે.

વર્લ્ડ ઇકોનોમિમાં ફુગાવાનો ડર યથાવત રહેવા સાથે વિવિધ સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરે તો એચએનઆઇ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ઇક્વિટી માર્કેટમાંથી એક્ઝિટ થશે તેવાં ભયે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સેન્સેક્સ હેવી વોલેટિલિટીના અંતે 141.87 પોઈન્ટ્સ ઘટી 59463.93 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 17,599.75-17,421.80 પોઈન્ટ્સની રેન્જમાં અથડાઇ છેલ્લે 45.55 પોઈન્ટ્સ ઘટી 17465.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

સેક્ટોરલ્સમાં સામસામા રાહ, સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગ

કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, એનર્જી, ફાર્મા અને ઓઈલ-ગેસ સેક્ટર્સમાં ધીમી લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, ઓટો, આઈટી, ટેકનો, રિયલ્ટી, ટેલીકોમ, એફએમસીજી અને બેન્ક સેક્ટોરલ્સમાં સ્ટોક સ્પેસિફિક વેચવાલીનું દબાણ જારી રહ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.17 ટકા અને 0.15 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

સેન્સેક્સ પેકની 12 સ્ક્રીપ્સમાં સુધારો

BSE સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટ્સના શેરોમાં સૌથી વધુ 1.24 ટકાનો ઉછાળો નોંધાયો હતો. અન્ય સુધરેલાં શેર્સમાં બજાજ ફિનસર્વ, એનટીપીસી, પાવરગ્રીડ, રિલાયન્સ, એક્સિસ બેન્ક, અલ્ટ્રાકેમ્કો, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ અને એચસીએલ ટેકનોનો સમાવેશ થાય છે. સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ 2.39 ટકા ઘટ્યો હતો. ઘટેલાં અન્ય મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, મારુતિ, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી બેન્ક, અને એચડીએફસીનો સમાવેશ થાય છે.

માર્કેટબ્રેડ્થની સાથે સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ખરડાયું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301218
બીએસઇ361314232035