SENSEX 61840.97 (+1181.34) અને નિફ્ટી 18349.70 (+321.50) પોઇન્ટની વર્ષની ટોચે
બેન્કેક્સ 48312* પોઇન્ટની ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ ઇન્ડેક્સ પણ 18350 પોઇન્ટની વર્ષની ટોચે
SENSEX હાયર હાઇ ખૂલી હાયર હાઇ બંધ, 22 સ્ક્રીપ્સમાં સુધારો
Nifty 18477 (18 OCT-21)ની સર્વોચ્ચથી 127 પોઇન્ટ દૂર
સેન્સેક્સમાં એક વર્ષમાં 1.83 ટકા, નિફ્ટીમાં 1.36 ટકા સુધારો
એક વર્ષ દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં સુધારાની સ્થિતિ
ડોલર સામે રૂપિયો પણ 100 પૈસાના સુધારા સાથે 80.81
અમદાવાદઃ શેરબજારોમાં સુધારા માટે 100 કારણો પણ ઓછા પડે અને મંદી માટે એક નાનકડી છીંક પણ મોટો ઘડાકો થઇ પડે તે ન્યાયે ભારતીય શેરબજારોએ 100 નેગેટિવ કારણો પૂરાં કર્યા હોય તેમ શુક્રવારે હાયર હાઇ ખૂલી, હાયર હાઇ બંધ આપ્યું છે. અર્થાત્ સેન્સેક્સ- નિફ્ટી જે સપાટીએ ખૂલ્યા હતા તે જ દિવસ દરમિયાનની નીચી સપાટી બની રહ્યા હતા. જે દર્શાવે છે કે, માર્કેટમાં લેવાલીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ વર્ષની નવી ટોચ નોંધાવી છે. જ્યારે ઓલટાઇમ હાઇની નજીક ધીરે ધીરે સરકી રહ્યા છે. ત્યારે રોકાણકારો અને ટ્રેડર્સે પોઝિશન જાળવી રાખવાની સલાહ છે. માર્કેટમાં હજી થોડાં કરેક્શન્સ આવી શકે. પરંતુ તે તંદુરસ્ત સુધારાની નિશાની ગણવા.
સેન્સેક્સ આજે 1181.34 પોઇન્ટના ઉછાળા સાથે 61840.97 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 321.50 પોઇન્ટના સુધારા સાથે 18349.70 પોઇન્ટની સપાટીએ બધ રહ્યો હતો. બીએસઇ માર્કેટકેપ પણ રૂ. 2.98 લાખ કરોડ વધી રૂ. 284.57 લાખ કરોડની ટોચે પહોંચ્યું છે. તો બેન્કેક્સ 48312 પોઇન્ટની ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ ઇન્ડેક્સ પણ 18350 પોઇન્ટની વર્ષની ટોચે પહોંચ્યા હતા. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 845 પોઇન્ટનો સુધારો રહ્યો હતો.
નિફ્ટી હવે 18500- 18600 પોઇન્ટ સુધરવાનો આશાવાદ
Indexes | Price | RISE | Day | Year |
NIFTY50 | 18350 | 321.50 | 1.78% | 1.36% |
SENSEX | 61795 | 1,181.34 | 1.95% | 1.83% |
ટેકનિકલી નિફ્ટીએ તેની 18300ની શોર્ટટર્મ રેઝિસ્ટન્સ જ નહિં, પરંતુ તેની ઉપર બંધ આપીને માર્કેટ બ્રોડલી પોઝિટિવ બની રહ્યું હોવાનો સંકેત આપી દીધો છે. ડેઇલી અને વિકલી ચાર્ટ ઉપર રેન્જ બાઉન્ડ ફોર્મેશન આ સાથે સમાપ્તિનો સંકેત આપે છે. તે જોતાં હવે નિફ્ટી માટે 18200- 18150 મહત્વના સપોર્ટ ઝોન રહેવા સાથે ઉપરમાં 18500- 18600 પોઇન્ટની સપાટી જોવા મળે તેવો આશાવાદ ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
સેન્સેક્સ નિફ્ટી સહિત બેન્કેક્સ અને ફાઇનાન્સ ઇન્ડેક્સ વર્ષની ટોચે
ઇન્ડેક્સ | વર્ષની ટોચ | છેલ્લો | સુધારો | સુધારો% |
SENSEX | 61840.97 | 61795.04 | 1181.34 | +1.95 |
નિફ્ટી | 18362.30 | 18349.70 | 321.50 | +1.78 |
ફાઇ. સર્વિસિસ | 8916.19 | 8868.36 | 157.81 | +1.81 |
બેન્કેક્સ | 48311.70* | 48101.36 | 473.13 | +0.99 |
સેન્સેક્સ પેકમાં એકમાત્ર આઇટીસી વર્ષની ટોચે
સ્ક્રીપ | વર્ષની ટોચ | છેલ્લો | સુધારો | સુધારો ટકા |
ITC | 361.90 | 356.40 | 0.50 | 0.14 |
ચાલુ કેલેન્ડર વર્ષના મોટા ઉછાળા
તારીખ | સેન્સેક્સ | ઉછાળો |
15-2-22 | 58142 | 1736 |
25-2-22 | 55859 | 1329 |
9-3-22 | 54647 | 1223 |
16-3-22 | 56817 | 1040 |
4-4-22 | 60612 | 1335 |
17-5-22 | 54318 | 1344 |
20-5-22 | 54326 | 154 |
30-5-22 | 55926 | 1041 |
30-8-22 | 59537 | 1564 |
30-9-22 | 58065 | 1016 |
4-10-22 | 58065 | 1276 |
11-11-22 | 61795 | 1181 |