T+1 સેટલમેન્ટનો તરખાટ સેન્સેક્સ 874 પોઇન્ટ ધ્વસ્તઃ 60000ની સપાટી તોડી
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સેબીએ ઝડપી ટ્રેડિંગ સેટલમેન્ટ સાયકલ T+1 સેટલમેન્ટનો તા. 27 જાન્યુઆરીથી અમલ શરૂ કર્યો છે. તેના પગલે લાર્જ- બ્લૂચીપ કંપનીઓ સહિત હેવી ટ્રેડિંગ એક્ટિવિટી ધરાવતી સ્ક્રીપ્સ જેવી કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd), ટીસીએસ (TCS)થી માંડી અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) જેવી બ્લૂચીપ અને લાર્જકેપ કંપનીઓમાં બે દિવસના સેટલમેન્ટને બદલે ઓરિજનલ ટ્રાન્જેક્શનના એક દિવસમાં જ ટ્રેડ સેટલ કરવા પડશે. તેની એડવર્સ ઇફેક્ટ સેન્ટિમેન્ટ ઉપર થવાના કારણે સેન્સેક્સ એક તબક્કે 1200+ પોઇન્ટના ધોવાણ સાથે 58975 પોઇન્ટ સુધી નીચે ઉતરી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 287.60 પોઇન્ટના ધોવાણ સાથે 17604.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ટેકનિકલી માર્કેટ શોર્ટટર્મ મંદીની નાગચૂડમાં ફસાઇ રહ્યું છે. તેથી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે નવા તેજીના વેપાર માટે હમણાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાની સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
CHENNPETRO | 241.65 | +12.25 | +5.34 |
KAJARIACER | 1,106.05 | +56.10 | +5.34 |
JINDALSAW | 116.50 | +6.60 | +6.01 |
TATAMOTORS | 445.55 | +26.55 | +6.34 |
SANDUMA | 952.05 | +59.70 | +6.69 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
AMBUJACEM | 381.15 | -78.95 | -17.16 |
ADANIENT | 2,762.15 | -627.70 | -18.52 |
GTLINFRA | 0.87 | -0.21 | -19.44 |
ADANIPORTS | 598.60 | -114.30 | -16.03 |
KIRIINDUS | 284.40 | -53.15 | -15.75 |
T+1 સેટલમેન્ટ શું છે અને તેની સિસ્ટમ શું છે
T+1નો અર્થ છે કે માર્કેટમાં ટ્રેડ સંબંધિત સેટલમેન્ટ વાસ્તવિક ટ્રાન્જેક્શનના એક જ દિવસમાં સેટલ કરવા પડશે. જેનાથી ભારત અમેરિકી બજારોને પાછળ પાડતાં વિશ્વનો ટોચનો ઝડપી ટ્રેડ સેટલ કરતો દેશ બનશે. સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા 24 મહિનાની અમલીકરણ સમયરેખા સાથે તાજેતરમાં T+1 સેટલમેન્ટની દરખાસ્ત કરવામાં આવી હતી. તમામ લાર્જ-કેપ અને બ્લુ-ચિપ કંપનીઓ 27 જાન્યુઆરીએ T+1 સિસ્ટમ પર સ્વિચ કરશે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) 20 વર્ષ બાદ ભારતીય શેરબજારોને પાછા T+1 સેટલમેન્ટ પર સ્વિચ કરાવશે. 2003 બાદ સેટલમેન્ટનો સમયગાળો T+3 દિવસથી ઘટાડી T+2 દિવસ કરવામાં આવ્યો હતો. સેબીના સર્ક્યુઅલર અનુસાર, માર્કેટના રોકાણકારો અને સહભાગીઓની કાર્યક્ષમતાને સરળ બનાવવાના હેતુ સાથે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટ જાન્યુઆરી, 2023થી બે અલગ-અલગ બેચના બદલે સિંગલ બેચ T+1 સેટલમેન્ટમાં ટ્રાન્ઝિસ્ટ કરવામાં આવશે. જેમાં T+1 પર સ્વિચ થતાં સ્ટોક્સની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. સેબીએ ગતવર્ષે સપ્ટેમ્બરમાં T+1 સેટલમેન્ટ સાયકલને મંજૂરી આપી હતી. જે 1 જાન્યુઆરી, 2022થી ઈક્વિટી સેગમેન્ટ પર ઉપલબ્ધ થઈ હતી. સંપૂર્ણ T+1 ટ્રેડિંગ સેટલમેન્ટ હાંસલ કરનાર ભારત પ્રથમ બજાર હશે. જેની ટ્રેડિંગ વોલ્યુમ પર સકારાત્મક અસર થવી જોઈએ કારણ કે ફંડ્સનું રોલિંગ હવે ઝડપી થશે. ઝડપી પતાવટ રોકાણકારો માટે ઝડપી તરલતા સુનિશ્ચિત કરે છે જે અન્ય એસેટ વર્ગો કરતાં ઇક્વિટી રોકાણોને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે તેવું મોટાભાગના બજાર નિષ્ણાતોનું કહેવું છે.
Index | Open | High | Low | CLOSE | Pre. Close | Ch (pts) | Ch (%) |
SENSEX | 60,166.90 | 60,166.90 | 58,974.70 | 59,330.90 | 60,205.06 | -874.16 | -1.45 |
NIFTY-50 | 17,877.20 | 17,884.75 | 17,493.55 | 17,604.35 | 17,891.95 | -287.60 | -1.61 |
BANK NIFTY | 41,382.35 | 41,417.90 | 40,148.80 | 40,345.30 | 41,647.65 | -130 | -3.13 |
માર્કેટબ્રેડ્થ 76 ટકા નેગેટિવ, સેન્ટિમેન્ટ સાવ તળિયે
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3658 પૈકી 2783 સ્ક્રીપ્સ એટલેકે 76 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તેની સામે 784 સ્ક્રીપ્સ એટલેકે 21 ટકા સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. જે દર્શાવે કે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ સાવ તળિયે જઇ બેઠું છે.