Tata Motorsનો શેર 5 ટકા ઉછાળા સાથે રેકોર્ડ ટોચે, ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટાટા મોટર્સનો શેર તેના Q3FY24ના પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે 5 ટકા વધી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સાથે કંપનીએ મારૂતિ સુઝુકીનું રૂ. 3.16 લાખ કરોડની માર્કેટ કેપ વટાવી ટોચની લિસ્ટેડ ઓટો કંપની બની હતી. જો કે, બાદમાં શેર 1.80 ટકા ઉછાળા સાથે 856ની સપાટીએ પહોંચતાં માર્કેટ કેપ 2.84 લાખ કરોડ થઈ હતી.
નવેમ્બરમાં સ્ટોક 12 ટકાથી વધુ ઉછળ્યો હતો, ડિસેમ્બરમાં લગભગ 11 ટકા અને જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં 11 ટકાથી વધુ ઉછળ્યો છે.
Q3માં તેના જગુઆર લેન્ડ રોવર (JLR) વોલ્યુમમાં રેકોર્ડ વેચાણ અને તેના પેસેન્જર વાહનોના ભાવમાં વધારો કરવાના નિર્ણયને કારણે કંપનીના શેરમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 1 મહિનામાં શેરમાં 10 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
30 જાન્યુઆરી, 2024ના રોજ ટાટા મોટર્સના શેર રૂ. 885.95 પર પહોંચ્યો હતો. ટાટા મોટર્સ લિ.-ડીવીઆરનો શેર પણ 589.30ની ટોચે પહોંચ્યો હતો. 3.14 વાગ્યે 1.02 ટકા સુધારા સાથે 569.20ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ટાટા મોટર્સનો શેર 1.80 ટકા ઉછાળા સાથે 856ની સપાટીએ કારોબાર થઈ રહ્યો હતો.
કંપની 2 ફેબ્રુઆરીએ તેના Q3 પરિણામો જાહેર કરવા માટે તૈયાર છે. અનેક પરિબળોએ શેરમાં તાજેતરની તેજીને કારણભૂત બનાવ્યું છે. અગાઉના અઠવાડિયે, ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તે 1 ફેબ્રુઆરી, 2024 થી તેના પેસેન્જર વાહનોના ભાવમાં 0.7 ટકાનો વધારો કરશે. આ ભાવ વધારામાં તેના ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ થશે.
વધુમાં, ટાટા મોટર્સના જગુઆર લેન્ડ રોવર વિભાગે ત્રીજા ક્વાર્ટરમાં 1.01 લાખ જથ્થાબંધ યુનિટનું વેચાણ કર્યું છે જે વાર્ષિક ધોરણે 27 ટકાનો વધારો છે. છેલ્લા 11 ક્વાર્ટરમાં તે સૌથી વધુ જથ્થાબંધ વેચાણ છે.
મોર્ગન સ્ટેન્લી અને મોતીલાલ ઓસ્વાલ જેવા બ્રોકરેજોએ રેન્જ રોવર, રેન્જર રોવર સ્પોર્ટ અને ડિફેન્ડર સાથેના મજબૂત વેચાણના મિશ્રણને ટાંકીને સ્ટોકને હકારાત્મક રેટિંગ આપ્યું હતું જે હોલસેલમાં 62 ટકા હિસ્સો ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)