સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને એએસી બ્લોક્સ તથા એએલસી પેનલ્સ ઉત્પાદન શરૂ કર્યું
વર્ષે 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા સાથે યુનિટમાં રૂ. 65 કરોડનું રોકાણ કર્યું
સુરત, 2 એપ્રિલઃ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડની પેટા કંપની) જે થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે તેણે અમદાવાદ (ગુજરાત) નજીક ખેડા જિલ્લામાં તેના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં વર્ષે 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ સંયુક્ત સાહસ કંપની પ્લાન્ટ ખેતા એએસી બ્લોક્સ અને એએલસી પેનલ્સનું ઉત્પાદન કરશે અને બ્રાન્ડ નેમ ‘ZMARTBUILD WALL by Nxtbloc’ હેઠળ તેની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરશે. ખેડા પ્રોજેક્ટમાં કુલ રોકાણ લગભગ રૂ. 65 કરોડનું છે. આ યુનિટ વર્ષે 50,000-60,000 યુનિટ્સ કાર્બન ક્રેડિટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ ક્ષમતા સાથે પ્લાન્ટ વર્ષે રૂ. 100 કરોડ જેટલી આવક ઊભી કરે તેવી સંભાવના છે. ખેડા કપડવંજ પ્રોજેક્ટ બંને સંયુક્ત સાહસ પક્ષકારોની મંજૂરી પછી બીજા તબક્કામાં વર્ષે 5 લાખ સીબીએમ સુધી વિસ્તારી શકાય છે.
2021માં બિગબ્લોક કન્સ્ટ્રક્શને અમદાવાદ (ગુજરાત) નજીકના ખેડા જિલ્લામાં એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે થાઈલેન્ડના સિઆમ સિમેન્ટ ગ્રુપ (એસસીજી) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ કર્યું હતું. બિગબ્લોક કન્સ્ટ્રક્શન સંયુક્ત સાહસ કંપનીમાં 52 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે એસસીજી સાથે 48 ટકા હિસ્સો ધરાવે છે. 1913માં સ્થપાયેલી, એસસીજી થાઈલેન્ડ અને દક્ષિણપૂર્વ એશિયામાં સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલની સૌથી મોટી કંપનીઓમાંની એક છે.
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નરેશ સાબૂએ જણાવ્યું હતું કે, કંપનીએ સમયસર અત્યાધુનિક પ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. પ્લાન્ટમાં બાંધકામની પ્રવૃત્તિ સપ્ટેમ્બર 2023માં શરૂ થઈ હતી અને માત્ર સાત જ મહિનાની અંદર ઉત્પાદન શરૂ થયું હતું. આ પ્લાન્ટ માટે કુલ બાંધવામાં આવેલ વિસ્તાર 1.5 લાખ ચોરસ ફૂટથી વધુનો છે. 2015માં સ્થાપાયેલી બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એ વાર્ષિક 8.25 લાખ ક્યુબિક મીટરની સ્થાપિત ક્ષમતા સાથે ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (એએસી) બ્લોક સ્પેસમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ગુજરાતમાં ઉમરગાંવ (વાપી) અને કપડવંજ (અમદાવાદ) અને મહારાષ્ટ્રમાં વાડા (પાલઘર)માં સ્થિત છે. કાર્બન ક્રેડિટ જનરેટ કરવા માટે એએસી ઉદ્યોગમાં તે બહુ ઓછી કંપનીઓમાંની એક છે.
આ ઉપરાંત કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બિગબ્લોક બિલ્ડીંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટર ક્ષમતાવાળા એએસી બ્લોક્સ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ શરૂ કર્યું છે. તમામ ચાલુ વિસ્તરણ પૂર્ણ થયા પછી કંપનીની કુલ ક્ષમતા વધીને વાર્ષિક 13.75 લાખ ઘન મીટર થશે જે કંપનીને દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 2.75 લાખ કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની પણ અપેક્ષા રાખે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)