સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 16 ઓગસ્ટઃસ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.સ્માર્ટવર્ક્સ એ ઓફિસ અનુભવ અને મેનેજ્ડ કેમ્પસ પ્લેટફોર્મ છે. 31 માર્ચ, 2024 સુધીમાં કુલ સ્ટોકની દ્રષ્ટિએ કંપની બેન્ચમાર્કડ પીઅર્સમાં સૌથી મોટી મેનેજ્ડ કેમ્પસ ઓપરેટર છે (સ્રોત: CBRI રિપોર્ટ).
કંપની ઈક્વિટી શેર કેપિટલ (દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના)ના આઈપીઓ દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે જેમાં રૂ. 5,500 મિલિયન (રૂ. 550 કરોડ) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 67,59,480 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“વેચાણ માટેની ઓફર”)નો સમાવેશ થાય છે (“કુલ ઇશ્યૂ સાઇઝ”).
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે પ્રમાણેના ફંડિંગ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) નાણાંકીય વર્ષ 2025માં રોકાણ કરવા માટે અંદાજે રૂ. 1,400 મિલિયન (રૂ. 140 કરોડ)ની રકમ કંપની દ્વારા મેળવેલી ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક રીતે ચૂકવણી/પૂર્વચૂકવણી/રિડમ્પશન માટે (2) નાણાંકીય વર્ષ 2025, નાણાંકીય વર્ષ 2026 અને નાણાંકીય વર્ષ 2027માં રોકવા માટે અંદાજે રૂ. 2,823 મિલિયન (રૂ. 282.30 કરોડ)ની રકમ નવા સેન્ટર્સમાં ફિટ-આઉટ અને નવા સેન્ટર્સની સિક્યોરિટી ડિપોઝિટ માટેના મૂડી ખર્ચ માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (“ઇશ્યૂનો હેતુ”).
ઇક્વિટી શેર કે જે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવશે તે બીએસઈ લિમિટેડ (“BSI”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSI”) પર લિસ્ટ કરવાની યોજના છે (“લિસ્ટિંગની વિગતો”).
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLM”) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)