સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસનો IPO 10 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 387-407
| આઇપીઓ ખૂલશે | 10 જુલાઇ |
| આઇપીઓ બંધ થશે | 14 જુલાઇ |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 387- 407 |
| લોટ સાઇઝ | 36 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ.582.56 કરોડ |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ | રૂ.37 |
અમદાવાદ, 9 જુલાઈ: સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસીસ લિમિટેડ શેરદીઠ રૂ.10ની મૂળકિંમત અને રૂ. 387- 407ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 10 જુલાઇના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર બુધવાર, 9 જુલાઈ, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર ગુરુવાર, 10 જુલાઈ, 2025ના રોજ ખૂલશે અને સોમવાર, 14 જુલાઈ, 2025ના રોજ બંધ થશે. વેચાણ માટેની ઓફરમાં એનએસ નિકેતન એલએલપી દ્વારા 4,90,000 સુધીના ઇક્વિટી શેર્સ, એસએનએસ ઇન્ફ્રારિયલ્ટી એલએલપી દ્વારા 3,10,000 સુધીના ઇક્વિટી શેર્સ, સ્પેસ સોલ્યુશન્સ ઈન્ડિયા પીટીઈ લિમિટેડ (અગાઉની લિસબ્રાઇન પીટીઈ લિમિટેડ) દ્વારા 25,79,740 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 387થી રૂ. 407 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 36 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 36 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
કુલ ઓફર સાઇઝમાં રૂ. 4,450 મિલિયન સુધીની રકમના કંપની દ્વારા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા 33,79,740 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડિંગ કરી રહેલા લાયક ઠરનાર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 37નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

ઇશ્યૂ યોજવા માટેના મુખ્ય હેતુઓ એક નજરે
કંપની તેના દ્વારા મેળવવામાં આવેલા રૂ. 1,140 મિલિયન સુધીની રકમના કેટલાક બાકી દેવાની સંપૂર્ણ કે અંશતઃ ચૂકવણી કે પૂર્વચૂકવણી કે રિડમ્પશન માટે, રૂ. 2,258.40 મિલિયનની રકમ નવા સેન્ટર્સમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ માટે તથા નવા સેન્ટર્સમાં સિક્યોરિટી ડિપોઝીટ્સ માટે તેમજ બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
2015માં સ્થાપિત, સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસ લિમિટેડ કસ્ટમાઇઝ્ડ મેનેજ્ડ વર્કસ્પેસ સોલ્યુશન્સના વ્યવસાય સાથે સંકળાયેલી છે, જે એન્ટરપ્રાઇઝ અને તેમના કર્મચારીઓની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સૌંદર્યલક્ષી ડિઝાઇન અને આવશ્યક સુવિધાઓ સાથે સંપૂર્ણપણે સેવાયુક્ત, ટેક-સક્ષમ ઓફિસ વાતાવરણ પ્રદાન કરે છે. કંપની ભારતીય કોર્પોરેટ્સ, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સહિત મધ્યમથી મોટા સાહસોને સેવા આપે છે, ડિઝાઇન, ટેકનોલોજી અને કર્મચારીઓની સુખાકારી માટે કાફેટેરિયા, જીમ, ક્રેચ અને તબીબી કેન્દ્રો જેવી સુવિધાઓ સાથે આધુનિક કેમ્પસ પ્રદાન કરે છે. 31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીએ 152,619 બેઠકો સાથે 738 ગ્રાહકોને સેવા આપી હતી. હાલમાં, તેની પાસે 728 ગ્રાહકો અને 169,541 બેઠકો છે, જેમાં 12,044 બેઠકો હજુ સુધી ભરાઈ નથી. 31 માર્ચ, 2024 સુધીમાં, કંપની ભારતના પાંચ સૌથી મોટા લીઝ્ડ સેન્ટરોમાંથી ચાર ધરાવે છે, જેમાં બેંગલુરુમાં 0.7 મિલિયન ચોરસ ફૂટ વૈષ્ણવી ટેક પાર્કનો સમાવેશ થાય છે.
લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બીઓબી કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
