અમદાવાદ, 9 જુલાઇઃ ALLIED ENGINEERING WORKS LIMITED એક ટેકનોલોજી સંચાલિત ઉકેલ પૂરી પાડતી અગ્રણી કંપની છે, જે સમગ્ર ભારતમાં સ્માર્ટ મીટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાગૂ કરવા અને યુટીલિટીઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સની કાર્યક્ષમતા વધારવામાં યુટીલિટીઝની ઉભરતી જરૂરિયાતોને પૂરી કરવા પર કેન્દ્રીત છે. આ કંપની મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હિયરીંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે.

કંપની પ્રારંભિક જાહેર ભરણા (IPO) મારફતે ઈક્વિટી શેર મૂડીની ઓફર મારફતે મૂડી ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જાહેર ઓફરમાં રૂપિયા 4,000 મિલિયન (રૂપિયા 400 કરોડ) (ધ ફ્રેશ ઈશ્યુ”) સુધીના કુલ ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ અને દરેક રૂપિયા 5ની ફેસ વેલ્યુ ધરાવતા 7,500,000 ઈક્વિટી શેરના “OFFER FOR SALE”ની રજૂઆતનો સમાવેશ થાય છે.

કંપની એ 31મી માર્ચ 2025 સુધી દર વર્ષે 7.29 મિલિયન એનર્જી મીટરની ઉત્પાદન ક્ષમતાની બાબતમાં ભારતમાં મોખરાના પાંચ એનર્જી મીટર સોલ્યુશન્સ પૂરા પાડનારમાં સ્થાન ધરાવે છે.  કંપનીની આવક વૃદ્ધિની બાબતમાં ભારતમાં સૌથી ઝડપભેર વૃદ્ધિ પામતી સર્વગ્રાહી સ્માર્ટ એનર્જી મીટર સોલ્યુશન્સ પણ પૂરા પાડે છે, જેણે નાણાકીય વર્ષ 2023થી નાણાકીય વર્ષ 2025 સુધી 109.76 ટકા સીએજીઆર પ્રાપ્ત કર્યું છે. (સ્રોતઃક્રિસિલનો અહેવાલ).

એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ આ ઈશ્યુના બૂક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)