અમદાવાદ, 13 જાન્યુઆરીઃ ભારતમાં ફક્ત કદમાં જ નહીં પરંતુ આપણી માનસિકતામાં પણ મૂળભૂત પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રને લાંબા ગાળાનું વિચારવાનું, ઘોષણોઓને બદલે સંસ્થાઓનું નિર્માણ કરવાનું અને વિકાસને પ્રકલ્પની હારમાળા તરીકે નહીં, પરંતુ સભ્યતાના મિશન તરીકે જોવાનું આપે શીખવ્યું છે. શાસન અને માળખાગત સુવિધાઓમાં સુધારાથી લઈને ભારતના વૈશ્વિક વિશ્વાસની પુનઃસ્થાપના કરવા સુધી લોકશાહીમાં નિર્ણાયક નેતૃત્વ કેવું દેખાય છે તેની આપે ફરીથી વ્યાખ્યા કરી છે. આજે  ભારત ફક્ત વિકાસની કામના કરતું નથી. પરંતુ તે  નેતૃત્વ કરવાનું, ધોરણો નક્કી કરવાનું અને વિશ્વના ભવિષ્યને આકાર આપવાની મહેચ્છા રાખે છે. અને આ ફિલસૂફીના જીવંત પુરાવા તરીકે ગુજરાત ઊભું છે કે જ્યાં દ્રષ્ટિ અમલીકરણ મારફત તાલમેલ સાધે છે અને મહત્વાકાંક્ષાને પ્રદાનનું પ્રચંડ સમર્થન છે.

ભારતના સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસિત અને વૈશ્વિક સ્તરે જોડાયેલા રાજ્યોમાં આજે  ગુજરાત સ્થાન ધરાવે છે. ગુજરાતના સંકલિત વિકાસનો ખરેખર અર્થ શું છે. તેનું દ્રષ્ટાંતરુપે આજે ભારતના જીડીપીમાં ગુજરાતનું આઠ ટકાથી વધુ યોગદાન, ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો 17 ટકા હિસ્સો, દેશના 40 ટકા કાર્ગોનું તેના બંદરો દ્વારા સંચાલન અને નવીનીકરણીય ઉર્જામાં એક અગ્રણી બની રહયાની હકિકતો સૌની નજર સામે છે 

જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતા અને વિભાજનનો સામનો કરી રહ્યું છે, એવા સમયે ભારત એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી રહેવા સાથે 8 ટકાની નજીક વૃદ્ધિ પામી રહ્યું છે, ઉત્પાદનોના તેના આધારને વિસ્તારી રહ્યું છે, અને ભરપૂર આત્મવિશ્વાસ સાથે $5-ટ્રિલિયન અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. અદાણી સમૂહ આગામી પાંચ વર્ષમાં કચ્છ ક્ષેત્રમાં ₹1.5 લાખ કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે અમારો ખાવડા પ્રકલ્પ પૂર્ણ કરીશું અને 2030 સુધીમાં 37 ગીગાવોટ ક્ષમતા પૂર્ણ કરીશું, અને અમે આગામી દસ વર્ષમાં મુન્દ્રા ખાતે અમારી બંદર ક્ષમતા પણ બમણી કરીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)