અમદાવાદ, 23 ડિસેમ્બર: સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડએ પરફેક્ટ ડે અને ઝાયડસનું સંયુક્ત સાહસ છે, જેઓ વિશ્વની પ્રથમ પ્રીસીઝન ફરમેન્ટેશન-બેઇઝ ડેરી પ્રોટીન ઉત્પાદન કેન્દ્ર શરૂ કરશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના ભરૂચમાં કરવામાં આવ્યો છે. 27 એકરમાં વિસ્તરેલ આ અદ્યતન એકમ વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર્યરત થવાની અપેક્ષા છે. એકમને ફરમેન્ટેશન-બેઇઝ ડેરી પ્રોટીનના મોટા પાયે ઉત્પાદન હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેનો હેતું ટકાઉ ખાદ્ય ઘટકોની વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવાનો છે. એકમની ક્ષમતા પહેલાથી જ નોંધપાત્ર રીતે બુક કરવામાં આવી છે, જે બજારના મજબૂત રસને પ્રતિબિંબિત કરે છે. વધુમાં, ભવિષ્યના વિસ્તરણને ધ્યાનમાં રાખીને જમીન અને માળખાકીય સુવિધાઓ માટે પણ જોગવાઈઓ  કરવામાં આવી છે.

વિસ્તરણ અંગે વાત કરતા પરફેક્ટ ડે ઇન્ક.ના સીઇઓ ટીએમ નારાયણે જણાવ્યું હતું કે, “આ સુવિધા વૈશ્વિક ખાદ્ય ઉદ્યોગમાં પરિવર્તન લાવવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રીસીઝન ફરમેન્ટેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, અમે પરંપરાગત પદ્ધતિઓના પર્યાવરણીય પદચિહ્ન વિના ઉચ્ચ-ગુણવત્તાવાળા ડેરી પ્રોટીન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ પ્લાન્ટ જમીનની ફળદ્રપતા અને સારા ભવિષ્ય માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જે મજબૂત ઉત્પાદન પ્રણાલીમાં નવા વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરે છે.”

પરફેક્ટ ડે ઇન્ક.ના ચીફ બિઝનેસ ઓપરેશન્સ ઓફિસર શાયરી રોય ચૌધરીએ જણાવ્યું  હતું કે, “આ એકમ ફરમેન્ટેશન-બેઇઝ ડેરી પ્રોટીનનું ઉત્પાદન કરશે જે માત્ર પૃથ્વી માટે જ શ્રેષ્ઠ નથી પરંતુ વિશ્વભરના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પણ પૂરી કરશે. તેની અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓ ખાણીપીણી ઉદ્યોગમાં નિર્ણાયક પડકારોનો સામનો કરશે.

પરફેક્ટ ડેના પ્રીસીઝન ફરમેન્ટેડ પ્રોટીનને તેની અસાધારણ કાર્યક્ષમતાને કારણે  આઈસ્ક્રીમ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન અને બેકડ પ્રોડક્ટ જેવી એપ્લિકેશન્સમાં પહેલેથી જ ઓળખ મળી છે. ભરૂચમાં નવી સુવિધા કંપનીને વધુ સ્થિતિસ્થાપક બનાવશે, સાથે જ મજબૂત વૈશ્વિક ફૂડ ઇકોસિસ્ટમમાં યોગદાન આપીને વધારે તકોનું નિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)