400 પોઈન્ટની વોલેટિલિટી બાદ સેન્સેક્સ ઘટાડે બંધ, મેટલમાં ઉછાળો
નિફ્ટી પર હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, યુપીએલ, અપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા અને તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી બાજુ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ઓએનજીસી, એચસીએલ ટેક્નોલોજીસ અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ ઘટ્યા હતા.
બિઝનેસ ગુજરાત . અમદાવાદ
ભારતીય શેર બજારોમાં બુધવારે કોઈ ખાસ ચહલપહલ જોવા મળી ન હતી. બીએસઈ ખાતે સેન્સેક્સ 35.78 અંકના ઘટાડા સાથે 58,817.29 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 9.70 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 17,534.80ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે 400 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ એક ટકા અને મેટલ ઈન્ડેક્સ બે ટકા વધ્યા છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યા હતા.
જુલાઇ મહિનામાં પણ અમેરિકામાં ફુગાવાનો દર જૂન જેટલો ઊંચો રહેવાની ધારણા છે. ઊંચા ફુગાવાના દર અને મજબૂત જોબ ડેટાને જોતાં, ફેડ રિઝર્વ ફુગાવાના ઊંચા દરને નિયંત્રિત કરવા માટે મજબૂત પગલાં લઈ શકે છે. જેની અસર બજારમાં જોવા મળશે.
આ શેરોમાં સૌથી વધુ ઉછાળો
નિફ્ટી ખાતે સૌથી વધુ ઉછાળો હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, યુપીએલ, અપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા અને ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો હતો. બીજી બાજુ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ઓએનજીસી, એચસીએલ ટેક્નોલોજીસ અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ ઘટ્યા હતા.
તાતા સ્ટીલ સૌથી વધુ 2 ટકા વધ્યો
સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ 1.91 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતી એરટેલમાં 1.50 ટકા અને ICICI બેન્કમાં 1.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય L&T, IndusInd Bank, Sun Pharma, Powergrid, Bajaj Finserv, Reliance Industries, Dr Reddy’s અને HDFC બેન્કમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.
રૂપિયો મજબૂત
બુધવારે રૂપિયો 14 પૈસા મજબૂત થઈને અમેરિકી ડૉલરના મુકાબલે 79.51 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.