Stock Market Today: સ્મોલકેપ-મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે, નિફ્ટી ફરી પાછો 21650 ક્રોસ
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ સેન્સેક્સ છેલ્લા બે દિવસમાં 915 પોઈન્ટ તૂટ્યા બાદ આજે 490.97 પોઈન્ટના ઉછાળા સાથે તેજીએ કમબેક કર્યું છે. સ્મોલકેપ અને મીડકેપ સહિત 12 સેક્ટોરલ ઈન્ડેક્સે સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. જેમાં સ્મોલકેપ પેકની 612 સ્ક્રિપ્સમાં ઉછાળા સાથે 449.42 પોઈન્ટ અને મીડકેપ 552.70 પોઈન્ટ વધ્યો હતો. એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, અને સર્વિસિઝ ઈન્ડેક્સ 2.55 ટકા સુધીના ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.
નિફ્ટીએ 21650ની અતિ મહત્વની સપાટી પાછી મેળવી
Nifty50 આજે 141.25 પોઈન્ટ ઉછળી 21658.60 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતો 21650થી ઉપરના સ્તરે સતત બંધ આવે તો તેજી જારી રહેવાનો અંદાજ આપ્યો છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી બજાજ ફાઈનાન્સ 4.44 ટકા, એનટીપીસી 3.54 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક 2.88 ટકા સુધારા સાથે 18 સ્ક્રિપ્સ ગ્રીન ઝોનમાં જ્યારે 12 સ્ક્રિપ્સ 0.11 ટકાથી 1.24 ટકા સુધી તૂટી હતી.
શુ કહે છે નિષ્ણાતો
સ્મોલકેપ અને મીડકેપમાં આ શેરો ટોપ ગેઈનર
Steel Exchange India | 13.30 | 19.93% |
RPower | 30.57 | 17.76% |
Sobha | 1297.50 | 16.20% |
Oswal Green | 33.58 | 14.33% |
SAT Industries | 135.10 | 13.58% |
Lodha Developers | 1098.50 | 9.38% |
Godrej Properties | 2217.35 | 7.96% |
Torrent Power | 1015.05 | 7.52% |
Max Health | 739.85 | 7.11% |
ગઈકાલે ફેડ મિનિટ્સ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાનો સંકેત વિદેશી રોકાણને આકર્ષી શકે છે. વધુમાં છેલ્લા બે દિવસમાં 900થી વધુ પોઈન્ટનું કરેક્શન જોવા મળ્યું છે. જે પ્રોફિટ બુકિંગને હળવું કરે છે. નિફ્ટી બેન્કે પાછલા બે ટ્રેડિંગ સેશનમાં થયેલી તમામ ખોટને વસૂલ કરી છે. નિફ્ટી બેન્કમાં જોવાનું રેઝિસ્ટન્સ લેવલ 48450 છે, ત્યારબાદ 48600 છે, જેનાથી આગળ નિફ્ટી બેન્ક ફરી એકવાર ઓલ-ટાઇમ હાઈ લેવલ જોઈ શકે તેવો અંદાજ રૂપિઝીના સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ શીર્ષમ ગુપ્તાએ આપ્યો છે.
જિયોજીત ફાઈનાન્સિયલના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, “છેલ્લા બે નેગેટિવ ટ્રેડિંગ સેશન બાદ માર્કેટ બાઉન્સ બેક થયું છે. અગ્રણી બેન્કોના મજબૂત માસિક બિઝનેસ અપડેટ્સ, મજબૂત ધિરાણ વૃદ્ધિ પર ભાર મૂક્યો છે. રેસિડેન્શિયલ કેટેગરીમાં મજબૂત માંગની અપેક્ષાએ રિયલ્ટી સેક્ટર સૌથી વધુ નફો કરનાર હતો, જેને સ્વસ્થ હાઉસિંગ લોન દ્વારા ટેકો મળ્યો હતો. બેન્કો દ્વારા જાહેર કરાયેલ વિતરણ ડેટા તેમજ એશિયન માર્કેટ પ્રોફિટ-બુકિંગમાં વ્યસ્ત છે કારણ કે ફેડ મિનિટ્સ સૂચવે છે કે દરો નજીકના ગાળામાં હોલ્ડ પર રાખવામાં આવશે.”
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)