Stock Market Today: ખરાબ માહોલ વચ્ચે આ સરકારી શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, એનર્જી શેરોમાં પણ તેજી
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ શેરબજારમાં છેલ્લા 3-4 દિવસથી મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ એક તબક્કે 745.35 પોઈન્ટ અને નિફ્ટી 50 (Nifty50) 213 પોઈન્ટ તૂટ્યો હતો. 12.53 વાગ્યે Sensex 287.51 Nifty50 79.30 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારના નેગેટીવ માહોલ વચ્ચે આજે પીએસયુ અને એનર્જી ઈન્ડેક્સ 1.50 ટકાથી વધુના ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. નેશનલ એલ્યુમિનિયમ 9 ટકાથી વધુ ઉછાળા સાથે ટોપ ગેઈનર બન્યો છે. હાલ, 8.80 ટકા ઉછાળે 154.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તદુપરાંત MRPL, SJVN, HUDCO, BPCLના શેર 5-7 ટકા વધ્યા છે.
એસબીઆઈનો શેર આજે ફરી નવી 729ની ટોચ બનાવી પીએસયુ ઈન્ડેક્સમાં સુધારાનુ કારણ બન્યો છે. નિષ્ણાતોએ પણ એસબીઆઈના શેર ટાર્ગેટ 800-850થી વધારી 900-1000 કર્યો છે. BPCLએ બ્લોક ડીલ મારફત 80 લાખ શેર્સ વેચી અંદાજિત રૂ. 450-500 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવતી હોવાના અહેવાલોના પગલે આજે બીપીસીએલના શેરોમાં તેજી રહી છે. બીપીસીએલનો શેર 6 ટકા વધ્યો છે.
એનર્જી સેગમેન્ટના આ શેરોમાં વોલ્યૂમ વધ્યા
શેર | ટ્રેડિંગ પ્રાઈસ | તફાવત |
BPCL | 615.50 | +31.25 |
ONGC | 266.20 | +6.45 |
IOC | 180.35 | +5.90 |
COALINDIA | 460.40 | +8.00 |
RELIANCE | 2,946.80 | +17.85 |
HINDPETRO | 519.40 | +17.60 |
OIL | 488.80 | +18.45 |
GAIL | 172.80 | +2.45 |
ATGL | 1,018.35 | +11.10 |
MRPL | 195.90 | +13.35 |
Energy ઈન્ડેક્સ 2 ટકા સુધી વધ્યો
એનર્જી ઈન્ડેક્સમાં સામેલ 28 સ્ક્રિપ્સ પૈકી 22 સ્ક્રિપ્સમાં 8 ટકા સુધીના સુધારા સાથે એનર્જી ઈન્ડેક્સ 2 ટકા સુધી વધ્યો છે. ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટની કંપનીઓના પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો તેમજ બીપીસીએલની ફંડિંગ યોજના ઉપરાંત રિન્યુએબલ સેગમેન્ટમાં વધતા રોકાણને ધ્યાનમાં લેતાં આજે એનર્જી શેરોની માગ વધી હતી. ઓએનજીસી, IOC, અદાણી ટોટલ ગેસ સહિતના શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
બીએસઈ એસએન્ડપી પીએસયુ ઈન્ડેક્સમાં ટ્રેડેડ 45 સ્ક્રિપ્સમાં સુધારો જ્યારે 9 ઘટાડે ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં હવે ઘટાડો ઘટી રહ્યો છે. માર્કેટ સુધારા તરફ આગળ વધી રહ્યું છે.
હેલ્થકેર, આઈટી-ટેક્નો શેરોમાં ગાબડું
શેરબજારમાં વેચવાલી વચ્ચે આજે હેલ્થકેર, આઈટી અને ટેક્નો શેરોમાં ઘટાડો નોંધાયો છે. Sun Pharmaમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. જ્યારે થેમિસના શેરમાં ખરીદી વધતાં 12.35 ટકા ઉછાળ્યો હતો. આઈટી સેગમેન્ટની ટોચની ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક્ મહિન્દ્રા, કોફોર્જ સહિતની કંપનીઓના શેરોમાં વેચવાલી વધી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)