સ્ટોક સ્પેસિફિક ટ્રેન્ડઃ SBI, Reliance, BOI, BOBના શેર ટ્રેન્ડમાં, સેન્સેક્સ 235 પોઇન્ટ પ્લસ
નિફ્ટીએ સોમવારે 18200નું પ્રથમ હર્ડલ ક્રોસ કર્યું, એફપીઆઇ સતત લેવાલ
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત તેજીના ટોન સાથે થવા સાથે સેન્સેક્સ 234.79 પોઇન્ટના સુધારા સાથે 61185.15 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 18 સ્ક્રીપ્સમાં આજે સંગીન સુધારો રહ્યો હતો. તે પૈકી બેન્ક શેર્સમાં આજે બૂમ-બૂમની સ્થિતિ રહી હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 85.65 પોઇન્ટના સુધારા સાથે 18202.80 પોઇન્ટ બંધ રહ્યો હતો.
સ્ટેટ બેન્કનો શેર રૂ. 622ની ઐતિહાસિક ટોચે આંબ્યોઃ
ખાસ કરીને બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 74 ટકા વૃદ્ધિ સાથે મજબૂત પરિણામો જાહેર કરનાર એસબીઆઈનો શેર 3.44 ટકાના ઉછાળા સાથે રૂ. 614.20ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો તે અગાઉ રૂ. 622ની નવી ટોચે સ્પર્શી ગયો હતો. માર્કેટ નિષ્ણાતોએ એસબીઆઈનો ટાર્ગેટ ભાવ રૂ. 750 સાથે તેજી રહેવાની સંભાવના જણાવી છે.
આજે ઘણી કંપનીઓના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ આવવાના છે. તેમાં COAL INDIA, DIVIS LAB, BPCL, ONE97 COM, ADITYA BIRLA CAPITAL, TATA TELE., SUNDARAM FINANCE, PB FIN., વગેરેનો સમાવેશ થાય છે.રિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જર્મન રિટેલ બિઝનેસ ખરીદવાની તૈયારીમાઃ
રિલાયન્સ ઈન્સ્ટ્રીઝ જર્મન રિટેલ બિઝનેસ મેટ્રો કેશ એન્ડ કેરી ખરીદવાની તૈયારીમાં છે. 50 કરોડ યુરો (રૂ. 4060 કરોડ)ની ડીલમાં રિલાયન્સ મેટ્રો કેશના 31 હોલસેલ સ્ટોર, લેન્ડ બેન્ક અને અન્ય સંપત્તિ હસ્તગત કરશે. શેર સોમવારે 0.53 ટકાના સાધારણ સુધારા સાથે રૂ. 2600ની સપાટી ક્રોસ કરી રૂ. 2606.15 બંધ રહ્યો હતો.
બેન્ક ઓફ ઇન્ડિયાનો શેર વર્ષની ટોચે
બેન્ક ઓફ ઈન્ડિયાના શેરે સતત બીજા દિવસે વર્ષની નવી ટોચ બનાવી છે. શુક્રવારના 66.95 બંધ સામે આજે 71ની 52 વીકની ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 5.45 ટકાના ઉછાળા સાથે રૂ. 70.60ની સપાટીએ બંધ રહ્યો હતો.
TPO 5 GAINERS
Security | LTP (₹) | Change | % Ch. |
NIITLTD | 331.60 | +37.95 | +12.92 |
GESHIP | 602.80 | +48.30 | +8.71 |
BRITANNIA | 4,142.20 | +340.90 | +8.97 |
FINOLEXIND | 157.05 | +11.55 | +7.94 |
JMFINANCIL | 77.30 | +7.45 | +10.67 |
TOP 5 LOSERS
Security | LTP (₹) | Change | % Change |
VEDL | 306.55 | -14.90 | -4.64 |
UNICHEMLAB | 430.50 | -19.45 | -4.32 |
HIL | 2,651.25 | -134.35 | -4.82 |
MARICO | 504.90 | -34.45 | -6.39 |
DIVISLAB | 3,413.70 | -331.35 | -8.85 |