Stock To Watch: Yes Bankનો શેર 4.7 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો, જાણો નિષ્ણાતોની નજરે ટાર્ગેટ
અમદાવાદ, 2 જાન્યુઆરીઃ શેરબજારના કરેક્શનના માહોલ વચ્ચે આજે યસ બેન્કનો શેર વધુ 4.7 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. બીએસઈ ખાતે 4.7 ટકા ઉછળી 23.71ની 52 વીક હાઈ સપાટી બનાવી હતી. જો કે, બાદમાં 11.31 વાગ્યે 2.21 ટકા વધી 23.14 પર ટ્રેડેડ હતો. એનએસઈ ખાતે 23.70ની વાર્ષિક ટોચ બનાવી છે.
છેલ્લા 3 દિવસમાં યસ બેન્કનો શેર 20.85થી 13.50 ટકા વધી 23.71 થયો છે. જ્યારે છેલ્લા 3 માસમાં યસ બેન્કના શેરમાં 47.45 ટકા રિટર્ન જોવા મળ્યું છે. માર્કેટ નિષ્ણાતો યસ બેન્ક માટે પોઝિટીવ વલણ ધરાવે છે. જેમાં વધુ તેજીની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
સ્ટોક માર્કેટ નિષ્ણાતોના મતે, યસ બેન્કે એનપીએ પોર્ટફોલિયો વેચ્યા બાદ સિક્યુરિટી રિસિપ્ટ પોર્ટફોલિયોમાં સિંગલ ટ્રસ્ટ પાસેથી રૂ. 150 કરોડનું ફંડ મેળવ્યું હોવાની જાહેરાત કર્યા બાદથી શેરમાં તેજી જોવા મળી રહી છે. યસ બેન્કનો શેર ટૂંકાગાળામાં રૂ. 30ના લેવલે પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી છે. જેના માટે રૂ. 21નો સ્ટોપલોસ પણ આપ્યો છે.
પ્રોફિટમાર્ટ સિક્યુરિટીઝના રિસર્ચ હેડ અવિનાશે જણાવ્યું હતું કે, યસ બેન્કે જેસી ફ્લાવર્સ એઆરસીને પોતાનો એનપીએ પોર્ટફોલિયો વેચી દીધો છે. જેનાથી તેની એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે. તદુપરાંત ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો મજબૂત રહેવાના આશાવાદ સાથે યસ બેન્કનો શેર વોચ હેઠળ છે. રોકાણકારો યસ બેન્કની ખરીદી માટે તેના પરિણામો જાહેર થવાની રાહ જોઈ શકે છે. જ્યારે શેર હોલ્ડિંગ સ્ટોપલોસ સાથે કરવા સલાહ છે.
યસ બેન્કનો શેર 30 ટકા વધશે
યસ બેન્કની તેજીને જોતાં તે શોર્ટ ટર્મમાં 26ના લેવલે પહોંચશે. જો 26ના લેવલે બંધ આપવામાં સફળ રહ્યો તો આગામી તેજીમાં રૂ. 30 થશે. યસ બેન્કનો સ્ટોપલોસ રૂ. 21 નિર્ધારિત કરી ખરીદી કરવા સલાહ છે. યસ બેન્કનો શેર વર્તમાન સ્તરે ખરીદી શકાય. જો કે, સ્ટોપલોસ હંમેશા જાળવવો.