Stock watch: Polycab Indiaનો શેર 9 ટકાથી વધુ તૂટ્યો, રૂ. 200 કરોડની કરચોરીના અહેવાલોની અસર
અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાયર અને કેબલ મેન્યુફેક્ચરર પોલિકેબ ઈન્ડિયા છેલ્લા ઘણા સપ્તાહથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં પડકારોનો સામનો કરી રહી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજે પોલિકેબ ઈન્ડિયા પર રૂ. 200 કરોડની કરચોરી કરી હોવાનો આરોપ મૂક્યો હોવાના અહેવાલો મળતાં શેરમાં 9 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે.
બીએસઈ ખાતે શેર ઘટી ઈન્ટ્રા ડે 4850ના તળિયે પહોંચ્યો હતો. બાદમાં 8.75 ટકા ઘટાડે 4877.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગતમહિને કંપની સાથે જોડાયેલા 50 સ્થળોએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. કરચોરી અંગ કંપનીએ કોઈપણ ગેરરીતિ થઈ હોવાનો સખત ઈનકાર કર્યો છે. જ્યારે વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે તાજેતરમાં પોલિકેબના પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું, જેમાં નાણાકીય રેકોર્ડમાં વિસંગતતાઓ બહાર આવી હતી. સૂત્રોએ વધુમાં દાવો કર્યો હતો કે વિભાગ ટૂંક સમયમાં કંપનીને નોટિસ જારી કરવા માંગે છે, જેમાં કથિત કરવેરા અને લાગુ દંડની ચુકવણીની માંગ કરવામાં આવી છે. આવકવેરા (આઈ-ટી) વિભાગે પ્રમોટરના ખાતામાં નોંધાયેલા ₹250-300 કરોડના વ્યવહારોની ઓળખ કરી છે. જે કંપની દ્વારા જારી કરવામાં આવ્યા ન હોવાનો આરોપ છે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે છેલ્લા 5-6 વર્ષોને આવરી લેતા કંપનીના ખાતામાંથી પુરાવા એકઠા કર્યા છે. ત્યારબાદ, I-T વિભાગે પ્રમોટરો પાસેથી ખુલાસો માંગ્યો છે. જવાબમાં, Polycabએ કરચોરીના કોઈપણ અહેવાલોને નકાર્યા છે.
છેલ્લા એક વર્ષમાં શેરમાં 109 ટકા જ્યારે 2023માં પોલિકેબ ઈન્ડિયાનો શેર 113 ટકા વધ્યો હતો. જ્યારે 16 એપ્રિલ, 2019માં લિસ્ટેડ પોલિકેબ ઈન્ડિયાનો શેર અત્યારસુધીમાં 893.45 ટકા રિટર્ન આપી રહ્યો છે.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)