મુંબઈ, 4 માર્ચ: સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“SCIL” અથવા “કંપની”)એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુદર્શન યુરોપ B.V. દ્વારા જર્મની સ્થિત હ્યુબેક ગ્રૂપ (“Heubach”) હસ્તગત કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી હોવાની જાહેરાત કરી છે. કંપનીએ અગાઉ હ્યુબેક ગ્રૂપના શેર્સ અને એસેટ ડીલ મારફત એક્વિઝિશન કરવાની જાહેરાત કરી હતી.

હ્યુબેકની ટેક્નોલોજિકલ ક્ષમતાઓ અને SCILની નિપુણ કામગીરી સાથે આ વ્યૂહાત્મક એક્વિઝિશનથી તે 19 આંતરરાષ્ટ્રીય સ્થળોએ વૈવિધ્યસભર એસેટ ફૂટપ્રિન્ટ ઍક્સેસ કરી શકશે. રાજેશ રાઠી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સંયુક્ત કંપનીનું નેતૃત્વ કરશે. તેઓ ટેક્નો-મેનેજરિયલ ક્ષમતાઓ સાથે ઉચ્ચ-પ્રદર્શન કરતી લીડરશીપ ટીમનું પણ નેતૃત્વ કરશે.

હ્યુબેક 2022માં ક્લેરિયન્ટ સાથે ઈન્ટિગ્રેશન બાદ વિશ્વમાં ટોચની બીજા ક્રમની પિગમેન્ટ કંપની બની હતી. નાણાકીય વર્ષ 2020-21થી 2021-22 દરમિયાન અબજો યુરોમાં કમાણી કરી હતી. તે વૈશ્વિક સ્તરે યુરોપ, અમેરિકા, અને એપીએસી પ્રદેશમાં ઉપસ્થિતિ ધરાવે છે. છેલ્લા બે વર્ષથી ઊંચો ખર્ચ, ઈન્વેન્ટરી પડકારો, તેમજ ઊંચા વ્યાજદરોના કારણે હ્યુબેક નાણાકીય પડકારોનો સામનો કરી રહી હતી. હ્યુબેકનું SCIL સાથે એક્વિઝિશન આ પડકારો દૂર કરી તેને નવા સફળતાના શિખરો સર કરવામાં મદદ કરશે.

આ એક્વિઝિશન અંગે રાઠીએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય મજબૂત નાણાકીય શક્તિ અને નફાકારકતા સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન પિગમેન્ટ કંપની બનાવવાનું છે. સાથે મળીને અમે સતત ઈનોવેશન પર ફોકસ કરીશું તેમજ અમારા સ્ટેકહોલ્ડર્સ માટે લાભકારી બનતાં પ્રગતિશીલ ઉકેલો પ્રદાન કરીશું. આ એક્વિઝિશનમાં નોઅર અને ક્રોફોર્ડ બેલીએ સુદર્શનના કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું.