FY25 માટે MSPના વધારાના અહેવાલો પર સુગર સ્ટોકમાં 13% સુધીનો ઉછાળો
અમદાવાદ, 13 જૂનઃ 2024-25ની સીઝન માટે લઘુત્તમ વેચાણ કિંમત (MSP)માં વધારાની અપેક્ષાને કારણે ગુરુવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સુગર સ્ટોકમાં 13 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલમાં, એમએસપી પ્રતિ કિલોગ્રામ રૂ. 31 છે, જ્યારે ઉદ્યોગો પ્રતિ કિલોગ્રામ રૂ. 41 સુધી વધારવાની માંગ કરી રહ્યા છે. મવાના સુગર્સ, સિંભોલી સુગર્સ, શ્રી રેણુકા સુગર્સ, કેએમ સુગર મિલ્સના શેર 13 ટકા સુધી ઉછળ્યા હતા. આંધ્ર સુગર્સ, અવધ સુગર એન્ડ એનર્જી, મગધ સુગર એન્ડ એનર્જીનો સ્ટોક લગભગ 9 ટકા વધ્યો હતો.
બજાજ હિન્દુસ્તાન, બન્નારી અમ્માન સુગર્સ, દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ, ઈઆઈડી પેરી, અને ધરણી સુગર્સ એન્ડ કેમિકલ્સનો સ્ટોક પણ 10 ટકા સુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. રાણા સુગર્સ, બલરામપુર ચીની મિલ્સ, ધામપુર સુગર મિલ્સ અને ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 3-6 ટકાની રેન્જમાં વધ્યા હતા. છેલ્લા મહિનામાં સુગર સ્ટોકમાં તેજી આવી છે, જે 20 ટકા સુધી વધી રહી છે.
નોંધનીય છે કે 2019થી ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત રૂ. 31 / કિલો પર યથાવત છે. ઉદ્યોગની માગણી છે કે, ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારીને 40-41 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે.
સામાન્ય ચૂંટણીઓ પહેલાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન 2024-25 (ઓક્ટો-સપ્ટેમ્બર) માટે શેરડીની FRPમાં રૂ. 25નો વધારો કરીને રૂ. 340 પ્રતિ 100 કિગ્રા કરવાની મંજૂરી આપી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)