મુંબઇ, 29 ડિસેમ્બરઃ સુમિટોમો મિત્સુઈ ફાઈનાન્સિયલ ગ્રૂપ, આઈએનસી. (SMFG)એ ભારતીય બજારમાં તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ રાઈટ્સ ઈશ્યૂ મારફત SMFG ઈન્ડિયા ક્રેડિટ કો. લિમિટેડ (અગાઉ ફ્લુર્ટન ઈન્ડિયા ક્રેડિટ કો. લિમિટેડ તરીકે ઓળખાતી)માં રૂ. 3000 કરોડની ઈક્વિટી ઠાલવવાની જાહેરાત કરી છે. આ રોકાણમાં તેની પેટા કંપની SMFG ઈન્ડિયા હોમ ફાઈનાન્સ કો. લિમિટેડ (અગાઉ ફ્લુર્ટન ઈન્ડિયા હોમ ફાઈનાન્સ કો. લિ.) (SMFG ગ્રૃહશક્તિ)માં નિર્ધારિત રૂ. 300 કરોડનું ફંડ પણ સમાવિષ્ટ છે.

એસએમઆઈસીસીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં રૂ. 49800 કરોડ થઈ છે. જે વાર્ષિક ધોરણે 25.1 ટકા ગ્રોથ દર્શાવે છે. SMFGએ એપ્રિલ, 2024માં રાઈટ્સ ઈશ્યૂ મારફત એસએમઆઈસીસીમાં રૂ. 1300 કરોડનું ફંડ ઠાલવ્યું હતું. હવે આ નવી રૂ. 3000 કરોડની મૂડી ફાળવણી સાથે એસએમઆઈસીસીમાં કોઈપણ નાણાકીય વર્ષનું સૌથી વધુ રૂ. 4300 કરોડનું રોકાણ નોંધાશે.

આ અંગે SMFG ઈન્ડિયા ક્રેડિટના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર પંકજ મલિકે જણાવ્યું હતું કે, આ ફંડ ઠાલવણી ભારતીય માર્કેટમાં ગ્રોથની સંભાવના અને SMFG ઈન્ડિયા ક્રેડિટના વિઝનને પ્રતિબિંબ કરે છે. મૂડીમાં વધારો કરવાથી અમારી બિઝનેસ કામગીરીનું વિસ્તરણ થવા ઉપરાંત ઈનોવેટિવ નાણાકીય ઉકેલો સાથે અમારા વિવિધ ગ્રાહક આધારને સેવા આપવાની ક્ષમતાને મજબૂત બનાવશે. વિસ્તરણના માધ્યમથી અમે દેશભરમાં હાંસિયામાં ધકેલાયેલા સમુદાયોમાં નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપી સશક્ત બનાવવાનું જારી રાખીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)