પૂણે, 25 જાન્યુઆરીઃ સુઝલોન ગ્રુપ અને ટોરેન્ટ પાવર લિમિટેડે સાથે મળીને નવા 486 મેગાવોટ હાઇબ્રિડ ઓર્ડર સાથે ભારતમાં 1 ગિગાવોટ પવન ઊર્જા ઉત્પન્ન કરવાનું નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ કરાર હેઠળ સુઝલોન ગુજરાતમાં ભોગાત પ્રદેશમાં પ્રત્યેક 3 મેગાવોટ કેપેસિટી રેટેડના હાઇબ્રિડ લેટિસ (એચએલટી) સાથેના 162 અત્યાધુનિક એસ144 વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (ડબ્લ્યુટીજી) પૂરા પાડશે.

સુઝલોન ગ્રુપના વાઇસ ચેરમેન ગિરીશ તંતીએ જણાવ્યું હતું કે એક દાયકા જૂના અમારા સહયોગના પગલે ગુજરાત તથા કર્ણાટકમાં 1 ગિગાવોટના ક્યુમ્યુલેટિવ ઓર્ડર્સનું આ નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ થયું છે. વિશ્વાસ, નવીનતા અને સહિયારા વિઝન પર નિર્મિત આ ભાગીદારીએ આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈને લગભગ 1 મિલિયન ઘરોમાં ગુણવત્તાવાળી વીજળી પહોંચાડી છે.

સુઝલોન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે.પી. ચાલસાનીએ જણાવ્યું હતું કે, અમારા એસ144 વિન્ડ ટર્બાઇનની સફળતા, જે ઓછા પવનની સ્થિતિમાં પણ શ્રેષ્ઠ પાવર પર્ફોર્મન્સ આપવાની ક્ષમતા માટે જાણીતી છે, તે આ સહયોગનું મુખ્ય ચાલકબળ છે. આ સીમાચિહ્ન અમારી મજબૂત ભાગીદારી અને ભારતના પુનઃવપરાશી ઊર્જા ભવિષ્યને વેગ આપવા માટે આધુનિક ટેકનોલોજીની અસરને દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)