સુઝલોન એનર્જી 52 સપ્તાહની ટોચે, એક વર્ષમાં 255% ઉછળ્યો
અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ સતત લેવાલીના આકર્ષણ અને કંપની વિષયક રોજ આવતાં પ્રોત્સાહક અહેવાલોના પગલે સુઝલોનનો શેર આજે સતત ત્રીજા દિવસે નવી ટોચે આંબી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સુઝલોન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે વધીને રૂ. 86.04ની નવી 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અગાઉના બે સત્રોમાં મલ્ટિબેગર સ્ટોક 5 ટકાની ઉપલી સર્કિટ નોંધાવ્યા પછી નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. સવારે 11:44 વાગ્યે, NSE પર સુઝલોન એનર્જીનો શેર રૂ. 81.17 પર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો હતો. મલ્ટીબેગર સ્ટોક આ વર્ષે અત્યાર સુધીમાં 110 ટકાથી વધુ ઉછળ્યો છે, જે નિફ્ટીના 14 ટકાના વળતરને પાછળ રાખી દે છે.
છેલ્લા 12 મહિનામાં, કાઉન્ટર લગભગ 255 ટકા વધ્યું છે, જે રોકાણકારોની મૂડીમાં ત્રણ ગણા કરતાં વધુ છે. તેની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન નિફ્ટી 28 ટકા વધ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)